Mahisagar: હાલ લગ્નની સીઝન (Wedding season) ચાલી રહી છે. ત્યારે લગ્નની આ સીઝનમાં કેટલાક લગ્નનો એવા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે મહિસાગરના (Mahisagar) ખાનપુરમાં (khanpur) પણ આવા જ એક અનોખા લગ્ન યોજાયા હતા. જે હાલ ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી (Amethi) ગામમાં ગામના 75 વર્ષીય વૃદ્ધે વાજતે ગાજતે જાન જોડી લગ્ન કર્યા હતા. 75 વર્ષની ઉંમરે દાદા પરણવા જતા ગામ લોકોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આખુ ગામ દાદાના લગ્નનું સાક્ષી બન્યું હતું.
મહિસાગરમાં 75 વર્ષીય વૃદ્ધે લગ્ન કર્યા
પ્રાપ્ત જાણકારી મુજબ મહીસાગર (Mahisagar) જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા સાયબા ડામોર નામના વદ્ધ છેલ્લા કેટલાય વર્ષોથી એકલવાયું જીવન જીવતા હતા. જાણકારી મુજબ સાયબા ડામોરની પત્નીનુંલાંબી બીમારીના કારણે અવસાન થયું હતું. જેથી તેઓ સાયભાભાઈ એકલા રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.તેઓ જમવાથી લઇને તમામ ક્રિયાઓ પોતાની જાતે જ કરતા આવ્યા હતા. ત્યારે બીજી તરફ મેઘરજ તાલુકાના મૂડસીવાડામાં રહેતા 60 વર્ષીય કંકુબેન પરમાર પણ 10 વર્ષથી પોતાના મામાની છોકરીના ઘરે રહેતા. ત્યારે આ ઉંમરે તેમને એક બીજાને સહારો આપવા માટે ડામોર સાયભાભાઈ અને કંકુબેને આદિવાસી રીત રિવાજ મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
જાનૈયાઓની સાથે દાદા પણ મન મુકીને નાચ્યા
ગામના જ એક મંદિરમાં સમાજના રિતી રિવાજ મુજબ સાયબા ડામોર અને કંકુબેનના લગ્ન યોજાયા હતા. 75 વર્ષની ઉંમરે દાદા પરણવા જતા આખુ ગામ જાનમાં જોડાયું હતું. જાનૈયાઓની સાથે દાદા પણ ડીજેના તાલે મન મૂકીને નાચ્યાં હતા. જે બાદ ગામના જ એક મંદિરમાં સમાજના રિતી-રિવાજ મુજબ તે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા.
આ પણ વાંચો : NAFED Elections: નાફેડમાં આખરે ધીના ઠામમાં ઘી ઠર્યું ! મોહન કુંડારિયાની નાફેડની ચૂંટણીમાં બિન હરીફ જીત