Mahesana Raid : મહેસાણાના કડીમાં તહેવાર સમયે ફૂડ વિભાગના દરોડા, 43 હજાર કિલોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો

October 13, 2024

Mahesana Raid : ગુજરાતમાં તહેવારો આવે અને રાજ્યનો ફૂડ વિભાગ એક્ટિવ થતો હોય છે. સામાન્ય રીતે નકલી અને ભેળસેળવાળી ખાદ્ય વસ્તુઓ વેચાતી જ હોય છે. પરંતુ આ મામલે ઘણા જયારે તહેવારો આવે અને ફૂડ વિભાગ દોડતો થઇ જાય છે. ત્યારે આજે મહેસાણાના કડીમાંથી જ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. મહેસાણામાં ફૂડ વિભાગ અને LCBને મળેલી બાતમીના આધારે કડીમાં આવેલા 5 ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા.

મહેસાણામાં કડી GIDCમાંથી તહેવાર સમયે જ નકલી ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. કડીના પાંચ ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ બધા ગોડાઉન ભાડે ચાલતા હતા. મળતી માહિતી મુજબ આ ગોડાઉનમાં પામ ઓઇલ, ફોરેન ફેટ મિક્સ કરીને ઘી બનાવવામાં આવતું હતું. જો કે એલસીબી દ્વારા શંકાસ્પદ ઘીના નમૂના લઇને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ડુપ્લિકેટ ઘીની ફેક્ટરીનો માલિક હાલ ફરાર છે.

Mahesana Raid

કડી GIDCમાં આવેલા રાજરત્ન એસ્ટેટમાં રેડ

દિવાળીના તહેવારો નજીક છે ત્યારે કેટલાક ઈસમો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોય તેવું સામે આવી રહ્યું છે. મહેસાણા ફૂડ વિભાગ અને મહેસાણા એલસીબી દ્વારા મળેલી બાતમીના આધારે કડી GIDCમાં આવેલા રાજરત્ન એસ્ટેટમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં શંકાસ્પદ 1 કરોડ રૂપિયાથી વધુનો ઘીનો જથ્થો જપ્ત કરી ઘીના નમૂના લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Mahesana Raid

કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

મહેસાણા ફૂડ વિભાગ અને LCBની ટીમે સ્થળ પરથી 24,297 કિલો લૂઝ ઘી, 4979 કિલો લૂઝ પામોલીન, 8036 કિલો રિફાઇન પામોલીન અને અંદાજિત 5700 કિલો ફોરેન ફેટનો જથ્થો સીઝ કર્યો છે. કુલ 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તેમની કિંમત 1.24 કરોડ રૂપિયા છે. હાલ ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે રાજ્યમાં હજુ આવા કેટલા અખાદ્ય જથ્થાઓ જપ્ત કરવામાં આવશે.

આ પણ વાંચોBaba Siddique Death : સાબરમતી જેલમાં બંધ ‘લોરેન્સ બિશ્નોઈ’ બાબા સિદ્દીકીની હત્યાના હત્યાના ખોલશે રહસ્ય! તપાસ એજન્સીઓ પૂછપરછની તૈયારીમાં

Read More

Trending Video