Mahesana : મહેસાણાના વિજાપુરમાં મંત્રી ઋષિકેશ પટેલ ન ફરકાવી શક્ય ધ્વજ, આખરે ક્રેનથી તિરંગો ફરકાવવામાં આવ્યો

August 15, 2024

Mahesana : આજે દેશ 78મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. દેશમાં જાહેર જગ્યાઓ પર કે સરકારી કચેરીઓ કે અન્ય જગ્યાએ મંત્રીઓને તિરંગો ફરકાવવાનો મોકો મળતો હોય છે. ત્યારે હવે આ ભાજપના નસીબ છે ક્યારે દગો દઈ જાય એ ખબર પડે નહિ. એવું જ કંઈક ગુજરાતના એક મંત્રી સાથે બન્યું. આ મંત્રી સાહેબના નસીબે રહી રહીને દગો આપ્યો અને ધ્વજવંદન કરી શક્ય નહિ. મહેસાણા (Mahesana)ના વિજાપુરમાં કંઈક આવી જ ઘટના બની છે. જેમાં મંત્રી ઋષિકેશ પટેલને ધ્વજવંદન કરતા પહેલા જ ધ્વજ ફસાઈ ગયો અને મંત્રીસાહેબ ધ્વજવંદન કરી શક્ય નહિ.

મહેસાણા (Mahesana) વિજાપુરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિજાપુરમાં આ વખતે જિલ્લાકક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ ઉજવણી દરમિયાન મંત્રીસાહેબના નસીબે ખરેખર દગો કરી દીધો હતો. આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધ્વજ ફરકાવતી વખતે ધ્વજ વચ્ચે ફસાઈ ગયો અને આખરે ક્રેન બોલાવી ધ્વજ ફરકાવવો પડ્યો. આ સમગ્ર કાર્યક્રમ મહેસાણા જિલ્લા કલેક્ટરની યૂટ્યૂબ ચેનલ પર લાઈવ કરવામાં આવ્યો હતો. પરંતુ સમગ્ર કાર્યક્રમની લાઈવ લિંક પણ ડીલીટ કરી દેવાઈ. જે બાદ ધ્વજ ફરકાવતી વખતે બનેલ ઘટનાની જાણ કોઈને ન થાય તેથી આ લાઈવ લિંક ડીલીટ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચોAssam Bomb Threat : ‘આસામમાં 19 જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે’, આતંકવાદી સંગઠન ULFA(I)એ કર્યો મોટો દાવો, પોલીસની ઊંઘ ઉડી ગઈ

Read More

Trending Video