Mahesana માં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ભાજપના હોદ્દેદાર જ માસ્ટર માઈન્ડ, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો

May 13, 2024

Mahesana : મહેસાણાના (Mahesana) ખેરાલુમાં (Kheralu) જિલ્લા ભાજપના  (BJP) મહિલા મોરચાના હોદ્દેદારને ફોન કરી બીભત્સ માંગણી કરવાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં BJP મહિલા હોદ્દેદાર સહિત બે લોકોની ધરપકડ કરવામા આવી છે. મહિલા મોરચાના જય શ્રી દવેના (Jai Shri Dave) કહેવાથી શૈલેશ મોદીએ (Shailesh Modi) ફોન કર્યો હોવાનું સામે આવ્યું હતું.

મહેસાણામાં (Mahesana) ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસ

મહેસાણાના (Mahesana) ખેરાલુમાં જિલ્લા ભાજપના મહિલા મોરચાના હોદ્દેદારને ફોન કરી બીભત્સ માંગણી કરવાના મામલે પોલીસે શૈલેષ મોદી અને જયશ્રી દરજી નામની મહિલાની અટકાયત કરી છે. જયશ્રી દરજી ખેરાલુ ભાજપમાં હોદ્દેદાર છે. જ્યારે શૈલેષ મોદી ખેરાલુ બજારમાં દુકાન ચલાવે છે. જયશ્રી દરજી નામની આ મહિલા હોદ્દેદારે જ શૈલેષ મોદી પાસે ફોન કરાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ મહિલા હોદ્દેદારે જ અન્ય મહિલા હોદ્દેદારને બદનામ કરવા ષડ્યંત્ર રચ્યું હતું.

કેવી રીતે સમગ્ર મામલો સામે આવ્યો ?

તેમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો ચૂંટણી પહેલાનો છે. જેમાં એક મહિલા પર અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને તેની પાસે બીભત્સ માંગણી કરવામા આીવી હતી. એટલુ જ નહીં તેને લાલચ પણ આપવામા આવી હતી કે, જો તે પોતાની સાથે સબંધ રાખશે તો તેને જિલ્લા પ્રમુખ પણ બનાવી દેશે. આમ અજાણ્યા શખ્સ દ્રારા બિબત્સ માંગણી કરવાના કારણે મહિલા આ ફોન કોલને રેકોર્ડ કર્યો હતો. ચૂંટણી પહેલા આ મહિલાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ કારણ કે પક્ષની બદનામી ન થાય. ચૂંટણી બાદ મહિલાએ ફરિયાદ કરી હતી. જો કે, આ ફરિયાદ નોંધાયા બાદ બીજી મહિલા હોદ્દેદાર વારંવાર પોલીસ સ્ટેશને આવતા પોલીસને શંકા ગઈ હતી. જેથી તેની ઉલટ તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો હતો. તપાસમાં સામે આવ્યુ કે, મહિલા હોદ્દેદાર જયશ્રી દવે એ શૈલેશ મોદી પાસે ફોન કરાવ્યો હતો. આમ હોદ્દાની અદાવત રાખીને ફોન કરાવ્યો હતો. જે બાદ પોલીસે બંન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.

બંન્ને આરોપીઓ સામે પગલા લેવાની માંગ

ભાજપમાં હોદ્દાની રામાયણમાં આ સમગ્ર મામલો થયો છે. આ મામલે ભાજપની જ મહિલા હોદ્દેદારનું નામ ખુલતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર દ્વારા આ પ્રકરણમાં કડક પગલાં લેવા માટે પોલીસને અપીલ કરાઈ હતી. વ્યક્તિગત સ્વાર્થ માટે પાર્ટીની બદનામી કરનાર સામે જિલ્લા ભાજપ પ્રમુખ આકરા બન્યા છે.

આ પણ વાંચો :  Ahmedabad : નિકોલ પોલીસ સ્ટેશનના PI સામે PSI એ લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો સમગ્ર મામલો

Read More

Trending Video