મહાત્મા ગાંધી-લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ, વડાપ્રધાન સહિત પક્ષ-વિપક્ષના દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

October 2, 2023

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પર વડાપ્રધાન મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, એલજી વીકે સક્સેના સહિત ઘણા મોટા નેતાઓ રાજઘાટ અને વિજયઘાટ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.

મહાત્મા ગાંધી-લાલ બહાદુર શાસ્ત્રીની આજે જન્મજયંતિ

આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે. આખો દેશ બંને મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ત્યારે આ બંને મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપવા માટે PM મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ દિલ્હીના રાજઘાટ અને વિજય ઘાટ પર પહોંચી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વડા પ્રધાને રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જ્યાં પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી વડાપ્રધાને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર વિજય ઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ આજે મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. ખડગે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવા રાજઘાટ પહોંચ્યા હતા. તેમણે પોસ્ટમાં લખ્યું કે સમગ્ર વિશ્વને સત્ય, અહિંસા, શાંતિ ના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપનારા મહાત્મા ગાંધીના વિચારો અને આદર્શો આજે પણ અમારા માટે ઉપયોગી છે. ખરગે એ કહ્યું કે, સત્ય, અહિંસા, શાંતિ અને સમાનતા જેવા તેમના વિચારોને આજે પડકારવામાં આવી રહ્યો છે, પરંતુ અમે બાપુએ શીખવેલા મૂલ્યોને અનુસરીને તેની સામે લડી રહ્યા છીએ.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, ‘સત્ય, અહિંસા અને સૌહાર્દનો માર્ગ, ભારતને એક કરવાનો માર્ગ મહાત્મા ગાંધીએ બતાવ્યો હતો. બાપુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ’.

સીએમ યોગી આદિત્યનાથ

મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘આઝાદીના મહાનાયક મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પર સમગ્ર દેશ આદરણીય બાપુને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે… ભારતની આઝાદીના આંદોલનમાં બાપુએ દેશને અહિંસાનો જે રસ્તો બતાવ્યો હતો તે લોકશાહીની સૌથી મોટી તાકાત છે. આ દિવસે પીએમ મોદીના આહ્વાન પર સમગ્ર પ્રદેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે’

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતિ પર વિજયઘાટ પહોંચ્યા અને લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી.

લોકસભાના સ્પીકર ઓમ બિરલા

લોકસભાના સ્પીકર ઓમ બિરલા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતિ પર વિજયઘાટ પહોંચ્યા અને લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પર રાજઘાટ પહોંચ્યા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી.

CM  ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કિર્તી મંદિરે પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

કોંગ્રેસના અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Read More

Trending Video