Maharashtra: ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ગાયને આપ્યો ‘રાજ્યમાતા’નો દરજ્જો

September 30, 2024

Maharashtra: મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદે (Eknath Shinde government) સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે.  સરકારે આ અંગે જાહેરાત કરી છે. સરકારે સોમવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ચૂંટણી પહેલા શિંદે સરકારનો આ મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય

સરકારના જણાવ્યા અનુસાર, વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયના સ્થાનને ધ્યાનમાં રાખીને, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગિતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને સજીવ ખેતી પ્રણાલીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનું મહત્વનું સ્થાન, હવેથી દેશી ગાયોને “રાજ્યમાતા ગોમાતા” તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી માંગ

મહત્વનું છે કે, સનાતન ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. તેમજ આ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર ગાયોમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. છેલ્લા કેટલાક સમયથી અનેક હિન્દુ સંગઠનો દ્વારા ગાયને રાજ્યની માતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે. હવે સરકારે તેમના મંતવ્યો સાથે સહમત થઈને મહારાષ્ટ્રમાં ગાયને રાજ્યની માતાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : Ahemedabad:500 ની નોટ પર ગાંધીની જગ્યાએ અનુપમ ખેર! જાણો કેવી રીતે ગઠિયાએ નકલી નોટ પધરાવી વેપારીને કરોડોનો ચૂનો લગાવ્યો

Read More

Trending Video