મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, ચૂંટણી પંચની બપોરે પ્રેસ કોન્ફરન્સ

October 15, 2024

Maharashtra Jharkhand assembly election 2024 dates:મહારાષ્ટ્ર (Maharashtra) અને ઝારખંડ (Jharkhand) ચૂંટણીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે ચૂંટણી પંચ બપોરે 3.30 વાગ્યે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચે એક પત્ર જારી કરીને કહ્યું છે કે રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3.30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં ચૂંટણીની તારીખ અને મત ગણતરીની તારીખની પણ જાહેરાત કરવામાં આવશે.

મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીની તારીખો આજે થશે જાહેર

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થાય છે જ્યારે ઝારખંડનો કાર્યકાળ આવતા વર્ષે 5 જાન્યુઆરીએ પૂરો થાય છે. ચૂંટણી પંચ મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. આ સાથે તેઓ ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી શકે છે. ચૂંટણી પંચે બપોરે 3.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.

આ પણ વાંચો :  India-Canada Conflict :ભારતના કડક વલણ બાદ જસ્ટિન ટ્રુડોના બદલાયા સૂર, કહ્યું- અમે ભારત સાથે લડાઈ નથી ઈચ્છતા

Read More

Trending Video