Maharashtra : યુટ્યુબર ધ્રુવ રાઠી (YouTuber Dhruv Rathi) દરરોજ પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. હવે ફરી એકવાર ધ્રુવ (Dhruv Rathi) પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યો છે. યુટ્યુબરે તેના સોશિયલ મીડિયા પર લોકસભા સ્પીકર ઓમ બિરલા વિશે ભ્રામક પોસ્ટ શેર કરી હતી. ધ્રુવે અંજલિ બિરલાના UPSC ક્લિયર કરવા વિશે પોસ્ટ કર્યું હતું. આ પોસ્ટને લઈને મહારાષ્ટ્ર પોલીસે તેની વિરુદ્ધ FIR નોંધી છે. આ કેસમાં, યુટ્યુબર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ માનહાનિ, દેશની આંતરરાષ્ટ્રીય સ્તર પર છબીને કલંકિત કરવા, શાંતિનો ભંગ અને આઈટી સહિતનો કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે યુટ્યુબર ધ્રુવ રાઠી પર લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી વિરુદ્ધ ભ્રામક નિવેદન આપવાનો આરોપ છે. અંજલિના પિતરાઈ ભાઈ નમન મહેશ્વરીએ ધ્રુવ વિરુદ્ધ FIR નોંધાવી છે. નમને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, “વર્ષ 2019માં અંજલિએ પ્રથમ પ્રયાસમાં UPSC પાસ કરી હતી. તેમ છતાં, ધ્રુવ રાઠીએ અંજલિને દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ જ નથી કર્યું પરંતુ તેની સંમતિ વિના અંજલિના ફોટાનો ઉપયોગ પણ કર્યો હતો.”
યુટ્યુબર ધ્રુવ રાઠીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ઓમ બિરલાની પુત્રી અંજલીએ કોઈપણ પરીક્ષા વિના UPSC પાસ કરી છે, તે વ્યવસાયે એક મોડેલ છે, મોદી સરકાર આપણી શિક્ષણ વ્યવસ્થાની મજાક ઉડાવી રહી છે.
આ પણ વાંચો : Surat : MLA કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને કેમ લખ્યો પત્ર ?