મહાદેવ સટ્ટાબાજ એપના માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈથી અટકાયત, કૌભાંડીને ભારત લાવવાની તૈયારીઓ

October 11, 2024

Mahadev Betting App: મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં (Mahadev Betting App case) મોટા સમાચાર સામે આવ્યા છે, સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા 6000 કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની ( Saurabh Chandrakar)  દુબઈથી (Dubai) અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસના આધારે કરવામાં આવી હતી, જે EDની વિનંતી પર જારી કરવામાં આવી હતી. આ મામલે ED, વિદેશ મંત્રાલય (MEA)અને ગૃહ મંત્રાલય (MHA)એ સંયુક્ત રીતે મોટી કાર્યવાહી કરી છે.

મહાદેવ સટ્ટાબાજી એપના માલિક સૌરભની દુબઈમાં અટકાયત

સૌરભ ચંદ્રાકરને ભારત લાવવા માટે તમામ એજન્સીઓ એક્શનમાં આવી છે, UAE અને ભારત સરકારના વિદેશ મંત્રાલયે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, સૌરભ ચંદ્રાકરને ભારત લાવવામાં આવશે. સૌરભના સહયોગી રવિ ઉત્પલને ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે, લગભગ 8 મહિના પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી.

કેવી રીતે ઝડપાયો આરોપી

તમને જણાવી દઈએ કે ઓનલાઈન સટ્ટાબાજી એપથી સંબંધિત રૂ. 6000 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર જારી કરાયેલી ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસના આધારે દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. . આ મામલે ED, વિદેશ મંત્રાલય (MEA) અને ગૃહ મંત્રાલય (MHA)એ સંયુક્ત રીતે મોટી કાર્યવાહી કરી છે.

 જ્યુસની દુકાન ચલાવતા સૌરભ ચંદ્રાકરે વિશાળ સટ્ટાબાજીનું સામ્રાજ્ય ઉભું કર્યું

સૌરભ ચંદ્રાકર, જેઓ અગાઉ છત્તીસગઢના ભિલાઈમાં એક સાદી જ્યુસની દુકાન ચલાવતા હતા, તેમણે હવે મહાદેવ એપ દ્વારા એક વિશાળ સટ્ટાબાજીનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. તેની ધરપકડથી આ મોટા કૌભાંડનો મુખ્ય ગુનેગાર કાયદાની પકડમાં આવી ગયો છે. તમને જણાવી દઈએ કે લગભગ દોઢ મહિના પહેલા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈની સરકારે આ કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય 22 ઓગસ્ટે લેવામાં આવ્યો હતો અને હવે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના, વિધર્મી રિક્ષા ચાલકે 14 વર્ષની સગીરા પર અનેક વખત આચર્યું દુષ્કર્મ, સગીરા ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો

Read More

Trending Video