Lucknow Airport : લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ સામગ્રી મળી, કાર્ગો વિસ્તાર ખાલી કરાવાયો, NDRFની ટીમ પણ પહોંચી

August 17, 2024

Lucknow Airport : લખનઉ એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં રેડિયોએક્ટિવ તત્વો મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. જે બાદ કાર્ગો વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. NDRFની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ સામાનને તપાસ માટે સ્કેન કરવામાં આવી રહ્યો હતો ત્યારે રેડિયોએક્ટિવ તત્વ મળી આવ્યું હતું. હાલમાં એ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે કે રેડિયોએક્ટિવ તત્વ એરપોર્ટ સુધી કેવી રીતે પહોંચ્યું?

આ મામલે CCSI (ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ) એરપોર્ટના પ્રવક્તાએ પણ નિવેદન બહાર પાડ્યું છે. જેમાં એવું કહેવાય છે કે મેડિકલ કન્સાઈનમેન્ટમાં રેડિયોએક્ટિવ પદાર્થ માટે એલાર્મ એક્ટિવેટ થઈ ગયું છે. એલાર્મનું કારણ જાણવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને બોલાવવામાં આવ્યા છે. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. જેના કારણે એરપોર્ટની કામગીરી પર કોઈ અસર થઈ નથી.

આ પણ વાંચોIMA Doctors Strike : IMAની 24 કલાકની દેશવ્યાપી હડતાળ, ગુજરાતમાં પણ ઇમર્જન્સી સેવા સિવાય હોસ્પિટલો સજ્જડ બંધ

Read More

Trending Video