ભારતીય હવામાન વિભાગ અનુસાર અરબ સાગરમાં ડીપ પ્રેશર ચક્રાવાતનું સ્વરૂપ લઈ શકે છે. જોકે ગુજરાતના દરિયાકિનારા માટે હજુ સુધી કોઈ ચિંતાનો વિષય નથી. દક્ષિણપૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં બનેલા cyclonic circulation ના પ્રભાવથી દક્ષિણપૂર્વ અને તેની બાજુના મધ્ય અરબ સાગર પર એક લૉ પ્રેશર નિર્માણ પામ્યુ છે.
લૉ પ્રેશર
IMD રિપોર્ટ અનુસાર તેના પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ વધવા અને આગામી 24 કલાક દરમિયાન પૂર્વ મધ્ય અને આસપાસના દક્ષિણ પૂર્વ અરબ સાગર પર એક સારી રીતે પોઈન્ટેડ ઓછા દબાણનું ક્ષેત્ર બનવા અને 21 ઓક્ટોબર આસપાસ મધ્ય અરબ સાગર પર એક ડિપ્રેશનમાં બદલવાની સંભાવના છે.
વાવાઝોડાની તિવ્રતા
ECMWF યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ ઓમાન-યમન તટો પાર કરવાના સંકેત આપી રહ્યું છે અને NCEP GFS પાકિસ્તાન-સૌરાષ્ટ્રના કિનારે પાર કરવાના સંકેત આપી રહ્યું છે. IMD GFS અને NCUM આ સિસ્ટમની કોઈ મહત્વપૂર્ણ તિવ્રતાના સંકેત નથી આપી રહી.
હિંદ મહાસાગરમાં વાવાઝોડા માટે ઉપયોગમાં લેવાની નામકરણની પદ્ધતિ અનુસાર આ સાયક્લોનનું નામ તેજ (Cyclone Tej) આપવામાં આવશે. વાવાઝોડાનો સંભવિત રૂટ નીચે મુજબ રહેવાની શક્યતા છે.
- 19 અને 20 ઓક્ટોબર લક્ષદ્વીપ ક્ષેત્ર
- 19 અને 20 ઓક્ટોબર દક્ષિણપૂર્વ અરબ સાગર
- 19 થી 22 ઓક્ટોબર સુધી પૂર્વમધ્ય અરબ સાગર
- 19 ઓક્ટોબર પશ્ચિમ મધ્ય અરબ સાગર
- 20 થી 22 ઓક્ટોબર સુધી દક્ષિણ પશ્ચિમ અરબ સાગર
હવામાન વિભાગની નજર
જો આ સિસ્ટમ મજબૂત થઈ જાય છે તો આ અરબ સાગરમાં ચોમાસા પછીનું પહેલું વાવાઝોડું હશે. અધિકારીઓએ વાવાઝોડાની સંભવિત શક્તિ નક્કી નથી કર્યું અને IMD એ કહ્યું છે કે, તે વાવાઝોડાના વિકાસ પર બારિકાઈથી નજર રાખી રહ્યું છે. અરબ સાગર માટે ભારે હવા અને માછીમારોને ચેતવણી જાહેર કરી છે.