સુરત શહેરમાંથી વધુ એક લવ જેહાદનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં વિધર્મી દ્વારા યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર વિધર્મીને હિન્દૂ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવા માટે મોટું ફન્ડિંગ પૂરું પાડવામાં આવતું હતું.જેની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે.
સુરતમાં લવ જેહાદનો કિસ્સો
એસ.સી.એસ.ટી સેલના એસીપી એમ.ડી. ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે પાંડેસરા પોલીસ મથકની હદમાં રહેતા પરિવારની સત્તર વર્ષીય સગીરા વર્ષ 2018માં સંચા ખાતામાં કામ કરતી હતી.કરણ નામનો શખ્સ સગીરાને પોતાની ઓટો રિક્ષામાં જ લઈ જતો અને લાવતો હતો. આ સમય દરમિયાન બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. બાદમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ત્યારબાદ કરણ નામનો સગીરાને ભગાડી દિલ્હી ખાતે લઈ ગયો હતો. જ્યાં લગ્ન કરી તેણી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. સગીરાનુ શારીરિક કરતા તેણીને ગર્ભ રહી ગયો હતો. જે બાદસગીરાએ બાળકને જન્મ આપ્યો હતો.
સગીરાને સપનામાં પણ ખ્યાલ નહોતો કે જે કરણ નામના શખ્સ જોડે તેણી પ્રેમ કરી બેઠી છે,તે શખ્સ વિધર્મી છે. એટલું જ નહીં પરંતુ હમણાં સુધી જે કરણ નામથી તેણે ઓળખ આપી હતી તેનું અસલ નામ રિઝવાન ગફાર શાહ છે.જ્યાં આ શખ્સે પોતાની ખોટી ઓળખ આપી સગીરાનુ શારીરિક શોષણ કર્યું હતું. પરંતુ સગીરાએ બાળકને જન્મ આપતા તેણી આ વિધર્મી જોડે રહેવા માટે મજબૂર બની હતી.. પરંતુ સગીરા પાસે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પણ કરવામાં આવ્યું હતું. ધર્મ પરિવર્તન નહીં કરે તો તેણીની માતા અને નાના ભાઈ બહેનને પણ જાનથી મારી નાખવા અંગેની ધમકી આપી હતી.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિધર્મી સતત શારીરિક શોષણ કરતાં સગીરાને બીજો ગર્ભ પણ રહી ગયો હતો. જેથી સગીરાએ બાળકીને પણ જન્મ આપ્યો હતો. આ સમય દરમિયાન સગીરાને હકીકત જાણવા મળી હતી કે રિઝવાન શેખ અન્ય હિન્દુ યુવતી જોડે પણ લગ્ન કરવાનો રહ્યો છે. જેથી સગીરાએ આ બાબતે તેને ટકોર પણ કરી હતી. પરંતુ રિઝવાન શેખે સગીરાને જણાવ્યું હતું કે, હિન્દુ યુવતીઓ જોડે લગ્ન કરવા માટે તેણે સારા એવા રૂપિયા મળે છે. હિન્દુ યુવતીઓ જોડે લગ્ન કરવાથી મુસ્લિમ ધર્મનો પણ સારો પ્રચાર થાય છે. મને રૂપિયાની ખૂબ જ જરૂર છે અને આ રૂપિયા માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. રિઝવાન શેખની આ વાત સાંભળી પુખ્ત વયની થઈ ગયેલી યુવતી ઉત્તર પ્રદેશથી સુરત ખાતે આવી પહોંચી હતી અને આ સમગ્ર હકીકત પરિવારને જણાવતા મામલો હિન્દૂ સંગઠનો પાસે પોહચ્યો હતો.જ્યાં અંતે પાંડેસરા પોલીસ મથકમાં યુવતી દ્વારા ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપી રિઝવાન ગફાર શાહની ઉત્તરપ્રદેશ ખાતેથી ધરપકડ કરી હતી.
પોલીસે કર્યો ખુલાસો
એસ.સી.એસટી સેલના એસીપી એમડી. ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે જે તે સમયે સગીરા 17 વર્ષની હતી.જ્યાં હાલ તેણીની ઉંમર 23 વર્ષની છે. ઉત્તર પ્રદેશ ખાતે રહેતી યુવતીને વિધર્મી અને તેના પરિવારજનો દ્વારા સંતાનમાં બીજી બાળકી અવતરતા મ્હેના-ટોના મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આરોપીની પૂછપરછમાં પણ જાણવા મળ્યું છે કે તેણે આ બાબતે હિન્દુ યુવતીઓ જોડે લગ્ન કરવા માટે ફંડિંગ પૂરું પાડવામાં આવતું હતું. જે ફંડિંગ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે અને વિધર્મી કોના ઈશારે આ સુનિયોજિત કાવતરું ચલાવે છે તેની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુ સંગઠનના અગ્રણીનો આરોપ
હિન્દુ સંગઠનના અગ્રણી નાગેન્દ્ર રાજપૂત દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર હકીકત યુવતી દ્વારા સંગઠનને જણાવવામાં આવી હતી. જે બાબત થી પાંડેસરા પોલીસને માહિતગાર કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસે પણ તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી શરૂ કરી આરોપીને ઝડપી પાડી હતી.વિધર્મી તરીકેની ઓળખ છુપાવી 17 વર્ષની સગીરા નું શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. જે યુવતી હાલ 23 વર્ષની થઈ છે. પરંતુ પાંચ વર્ષ સુધી આ યુવતીએ ઘણી યાતનાઓ સહન કરી છે. હિન્દુ સંગઠનના અગ્રણી નાગેન્દ્ર રાજપૂત દ્વારા ગંભીર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું હતું કે આવા વિધર્મીઓને હિન્દુ યુવતીઓ જોડે લગ્ન કરવા માટે ત્રણથી ચાર લાખ રૂપિયા જેટલી રકમ પુરી પાડવામાં આવે છે. લગ્ન કર્યા બાદ રહેવા માટેની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. લવ જેહાદની આ ચોંકાવનારી ઘટનામાં ઊંડાણપૂર્વકની તપાસ થવી જરૂરી છે. વિઘર્મીને કોના દ્વારા ફંડિંગ પૂરું પાડવામાં આવે છે તેના આકાઓની પણ તપાસ થવી જોઈએ.
લવ જેહાદના મામલે ઉંડી તપાસ જરુરી
ઉલ્લેખનીયછે કે ગુજરાતમાં દિન પ્રતિ દિન લવ- જેહાદના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. રાજ્ય ગૃહ મંત્રી દ્વારા પણ આવા કિસ્સાઓમાં વિધર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. ત્યારે સુરતમાંથી સામે આવેલા લવ જેહાદના આ ચોકાવનારા કિસ્સામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે. એટલું જ નહીં પરંતુ હિન્દુ પરિવારની દીકરીને ખોટી ઓળખ આપી છેલ્લા પાંચ વર્ષ સુધી શારીરિક શોષણ કરનાર વિઘર્મી એ આવી કેટલીક હિન્દુ દીકરીઓને પોતાનો શિકાર બનાવી છે તે બાબત પણ સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે. ત્યારે આ મામલાને રાજ્ય સરકાર કેટલી ગંભીરતાપૂર્વક લે છે તે આવનારો સમય જ બતાવશે.હાલ પાંડેસરા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે