Gujarat Health Department: આવતીકાલે દશેરાનો (dasera) તહેવાર છે. કાલે સવારથી ફરસાણની દુકાનોમા લાંબી લાંબી લાઈનો લાગશે અને લોકો ફાફડાને જલેબી ખાઈને દશેરાની ઉજવણી કરશે પણ આ તહેવારમાં ભેળસેળીયા તત્વો સક્રિય થાય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. ભૂતકાળમાં પણ ભેળસેળીયા તત્વો દ્વારા એવી ઘટનાઓ સામે આવી જેમાં નકલી પનીર , નકલી દૂધથી બનતી મીઠાઇ,નકલી ઘી, સીંગતેલના નામે પામોલીન તેલથી બનતા ફરસાણ, નકલી મસાલા જેવી વસ્તુઓ સામે આવી હતી. ત્યારે દશેરા અને દિવાળીના તહેવારના લીધે ગુજરાતનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. ફૂડ વિભાગ દ્વારા અમદાવાદ,રાજકોટ, વડોદરા અને સુરતમાં ચેકીંગ ચાલુ કરી દીધું છે. મીઠાઈની દુકાનો અને ફરસાણની દુકાને જઈને આરોગ્ય વિભાગ નમૂના લેશે અને લૅબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલાશે.અને જેમાં ભેળસેળયુક્ત કઈ પકડાશે તેના વિરુદ્ધ આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે.
આરોગ્ય વિભાગની ઢીલી નીતિના કારણે બિન આરોગ્યપ્રદ ખોરાક ખાવા લોકો મજબૂર
આરોગ્ય વિભાગે જે નમૂના કાલે લીધેલા હશે,તેનો રિપોર્ટ 1 મહીના પછી આવશે.આરોગ્ય વિભાગની ઢીલી નીતિ અને લેબોરેટરીમાં પૂરતી સુવિધા ન હોવાથી રિપોર્ટ ને આટલી બધી વાર લાગશે.લોકો દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી ખાઈ જશે , પણ તેનો રિપોર્ટ મહિના પછી આવશે. આરોગ્ય વિભાગનો રિપોર્ટ જલ્દી આવે તો લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય.સરકારે ભેળસેળીયા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર લોકોને કડક માં કડક સજા કરવી જોઈએ. મહત્વની વાત તે છે કે, તહેવાર પહેલા નમુના લેવામા આવે છે અને તેનો રિપોર્ટ લોકો ભેળસેળ વાળું ખાઈ જતા હોય છેપછીથી આ રિપોર્ટ આવે છે ત્યારે તેનો કોઈ અર્થ રહેતો નથી.
આ પણ વાંચો : રતન ટાટાની સાથે પડછાયાની જેમ રહેનાર શાંતનુ નાયડુ કોણ છે? કેવી રીતે 31 વર્ષનો છોકરો બન્યો રતન ટાટાનો બેસ્ટ ફ્રેન્ડ!