loksabha : ભાજપે ગુજરાતમાંથી આદિવાસી અને ઓબીસી સાંસદને મહત્વની જવાબદારી સોંપી જ્ઞાતિ ગણિત સેટ કર્યું

July 30, 2024

BJP appointed Dandak in Lok Sabha : હાલ સંસદમાં ચોમાસું સત્ર (Parliament Monsoon Session) ચાલી રહ્યું છે આજે આ સત્રનો 7 મો દિવસ છે. સંસદમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે લોકસભામાં મુખ્ય દંડકની નિમણૂક કરી, જ્યારે 16 અન્ય સાંસદોને વ્હિપ બનાવવામાં આવ્યા છે.જેમાં કુલ 16 નવા દંડકોમાંથી 2 ગુજરાતના પ્રતિનિધિઓ છે. ભાજપે ધવલ પટેલ અને દેવુસિંહ ચૌહાણને નાયબ દંડકની જવાબદારી સોંપી છે.

ગુજરાતના બે સાંસદનો દંડક તરીકે સમાવેશ

પ્રાપ્ત જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભામાં પોતાના મુખ્ય દંડક અને 16 દંડકોની નિમણૂક કરી છે, જેમાં ગુજરાતના બે સાંસદોનો સમાવેશ થાય છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને વલસાડના સાંસદ ધવલ પટેલને ભાજપના લોકસભા દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સાંસદોનો પણ સમાવેશ

આ સિવાય દીલીપ સંખિયા, ગોપાલજી ઠાકુર, સંતોષ પાંડે, કમલજીત શહરાવત, જુગકિશોર શર્મા, કોટા શ્રીનિવાસ પૂજાર્ય, સુધીર ગુપ્તા, સ્મિતા ઉદય, અનંત નાયક, દામોદર અગ્રવાલ, કોંડા વિશ્વેશ્વર રેડ્ડી, સતીષ કુમાર ગૌતમ, સાશંક માની અને ખાગન મૂર્મુને નાયબ દંડકની જવાબદારી મળી છે.તેમજ મુખ્ય દંડક તરીકે સંજય જયસ્વાલની નિમણૂક કરવામા આવી છે.

ભાજપે પ્રથમ ટર્મમાં ચૂંટાયેલા નેતાને ઉપ દંડકની જવાબદારી સોંપી

તમને જણાવી દઈએ કે, ધવલ પટેલ વલસાડ બેઠક પરથી કોંગ્રેસના આંદોલનકારી નેતા અનંત પટેલ સામે જીત મેળવીને પ્રથમ વખત સાંસદ બન્યા છે.મૂળ તેઓ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના વતની છે અને વલસાડ સ્થાયી થયેલા છે.ત્યારે ભાજપે પ્રથમ ટર્મમાં ચૂંટાયેલા નેતાને ઉપ દંડકની જવાબદારી સોંપી છે.

ગુજરાતમાં ભાજપે જ્ઞાતિ ગણિત સેટ કર્યું

આમ ભાજપે ગુજરાતમાંથી આદિવાસી સમુદાયના યુવા સાંસદ અને ઓબીસી સમાજમાંથી આવતા સાંસદને મહત્વની જવાબદારી આપીને ગુજરાતમાં ભાજપે જ્ઞાતિ ગણિત પણ સેટ કર્યું છે.

ભાજપે ઓબીસી સમાજમાંથી આવતા મૂળ ખેડા જિલ્લાના વતની અને હાલ ખેડા લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા દેવુસિંહ ચૌહાણને પણ ઉપદંડકની જવાબદારી સોંપી છે. ગુજરાતમા નવા ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ અટકળો ચાલી રહી હતી જેમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે કેટલાક નામો ચર્ચામાં તેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં હતુ. આ સાથે ભાજપ આદિવાસી ચહેરાની પણ સપંદગી કરી શકે તેવું કહેવામા આવી રહ્યું હતું.  આ બંન્ને જ્ઞાતિઓમાંથી કોઈને મહત્વની જવાબદારી સોંપવી ભાજપ માટે મહત્વનું મનાઈ રહ્યુ હતુ. ત્યારે હવે ભાજપમાં જે પ્રમાણે એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે તેથી હવે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ હશે તે અંગે ચર્ચાઓ શરુ થઈ છે.

આ પણ વાંચો : પીઆઈએલ નદીને બચાવવાની છે અને તમે બધા સંતાકૂકડી રમી રહ્યા છો.. હાઈકોર્ટે તમામ પક્ષકારોને લગાવી ફટકાર

Read More

Trending Video