Jam Khambhaliyaમાં વીજ પોલ ઊભા કરતી ખાનગી કંપનીની ખેર નથી… સ્થાનિક લોકોએ નોંધાવ્યો વિરોધ

September 2, 2025

Jam Khambhaliya: દેવભૂમિદ્વારકામાં જામ ખંભાળીયાના જુના તથીયા ગામે વીજ પોલ ઊભા કરતી ખાનગી કંપની સામે સ્થાનિક લોકોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે,  કે. પી. એનર્જી અને અવાડા પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીઓ સંમતિ વગર અને બળજબરીથી વીજ પોલ, વીજ કનેક્શન તથા સપ્લાય લાઈનો બેસાડી રહી છે. અનેક વખત આ અંગે ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપી છે.

મળતી માહિતી અનુસાર જામ ખંભાળીયાના તથીયા ગામે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર વિરોધ કરવા છતાં કે. પી. એનર્જી અને અવાડા પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીઓ સંમતિ વગર અને બળજબરીથી વીજ પોલ, વીજ કનેક્શન તથા સપ્લાય લાઈનો બેસાડી રહી છે. જેને લઈને સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે. તેમજ આ મુદ્દે આક્રોશિત થયેલા ગ્રામજનોમાં આશરે 100 જેટલાં લોકોએ જિલ્લાના કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને તાત્કાલિક કામગીરી અટકાવવા માંગ કરી છે.

વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે કંપનીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી ગ્રામજનો માટે અવરોધક બની રહી છે, તેમજ જમીનો પર બિનકાયદેસર રીતે કામગીરી હાથ ધરાઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર આ બાબતમાં યોગ્ય પગલાં નહીં લે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરશે.

Read More

Trending Video