ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે તેમની હાલત?

August 6, 2024

Lal Krishna Advani Health: ભારતીય જનતા પાર્ટીના (BJP) વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને (Lal Krishna Advani) આજે સવારે ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના (Apollo Hospital) ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે, તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી બગડી

જાણકારી મુજબ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ફરીથી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર તેમને હોસ્પિટલમાંથી છેલ્લે રજા આપ્યાના લગભગ એક મહિના પછી આવ્યા છે. 96 વર્ષીય અડવાણીની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને ડોકટરો તેમની દેખરેખ રાખી રહ્યા છે. અડવાણીને ન્યુરોલોજીસ્ટ ડો. વિનીત સુરીની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. ગયા મહિને અપોલો હોસ્પિટલમાં દાખલ થયાના દિવસો પહેલા અડવાણીને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં પણ દાખલ કરવામાં આવ્યા હતા.

3 જુલાઈએ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

આ પહેલા 3 જુલાઈએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, એક દિવસ પછી એટલે કે 4 જુલાઈએ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે પહેલા તેમને 26 જૂને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની તબિયત બગડતી ત્યારે તેમને લગભગ 11 વાગ્યે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જૂના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અડવાણીને ભારત રત્ન આપવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 31 માર્ચના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. આ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. અટલ બિહારી વાજપેયીના શાસન દરમિયાન લાલ કૃષ્ણ અડવાણી 1998 થી 2004 સુધી ગૃહ પ્રધાન અને 2002 થી 2004 સુધી નાયબ વડા પ્રધાન હતા.

જાણો લાલકૃષ્ણ અડવાણી વિશે

  • લાલ કૃષ્ણ અડવાદી 2002 થી 2004 સુધી ભારતના નાયબ વડા પ્રધાન હતા.
  •  1999 થી 2004 સુધી તેઓ કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી હતા.
  • આ વર્ષે માર્ચ 2024માં લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના નિવાસસ્થાને તેમને ભારત રત્ન એનાયત કર્યો હતો.
  •  આ પ્રસંગે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઘણા પ્રધાનો અને નેતાઓએ હાજરી આપી હતી.
  •  હાલમાં જ ત્રીજી વખત પીએમ બનતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડવાણીજી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત પણ કરી હતી.

આ પણ વાંચો :  મોરબીમાં વેપારી યુવાનનો પત્ની અને દીકરા સાથે આપઘાત, સુસાઈડ નોટમાં જણાવ્યું આ પગલું ભરવા પાછળનું કારણ

Read More

Trending Video