હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલો મળી

NSUI દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરતા સામે આવી વિદેશી દારૂની બોટલો મળી

October 2, 2023

વિદ્યાધામો નશાના કેન્દ્રો બની ગયા હોય તેમ રાજ્યની વધુ એક યુનિવર્સિટીમાં વિવાદમાં આવી છે. આજે ગાંધી જયંતિના દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની બોટલો મળી આવી છે. NSUI દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરતા સામે આવી વિદેશી દારૂની બોટલો મળી આવી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓમાં જાણે નશાના કેન્દ્રો બની રહ્યાં હોય તેમ નશાના પદાર્થો મળી રહ્યાં છે જે ખરેખર ચિંતાનો વિષય છે.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે ગાંધી જયંતિના દિવસે NSUI દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતુ જેમાં યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો અને પ્લાસ્ટિકના ગ્લાસ મળી આવ્યા હતા.

Read More