Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી SIR મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ ચૂંટણી હારી રહ્યું છે, માટે મળતી માહિતી અનુસાર ભાજપે SIRના માધ્યમથી ભાજપ વિરોધી મતોને કાપી નાખવાનો કારસો રચ્યો હોય એવું લાગી રહ્યું છે. લોકતંત્રમાં સૌથી મહત્વનું પાસું છે મતદાન અને મતદાનનો અધિકાર, મતદારોનો અધિકાર જ જે પાયા પર ઉભો છે તેને કાપવા માટે ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે, તે ખૂબ જ દુઃખદ બાબત છે. હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે ભાજપ પોતાના વિરુદ્ધના મતોને કાપીને ફર્જી મતો ઉમેરવાનું ષડયંત્ર કરી રહ્યું છે, તો ગુજરાતના તમામ લોકો હવે એ વાતનું ધ્યાન રાખે કે મતદારયાદીમાંથી તમારું નામ કમી ન થઈ જાય.
ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે મતદાતાઓ સાથે નવું નાટક શરૂ કર્યું છે, અગાઉ પણ ભાજપે આવું જ નાટક બીજા રાજ્યમાં પણ કર્યું હતું અને એ રાજ્યોમાં પણ આ SIRનો ખૂબ જ વિરોધ થયો હતો. બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ભાજપ હવે હારી રહ્યું છે માટે ભાજપ પોતાના વિરુદ્ધના મતદારોને કાપવાનો ષડયંત્ર રચી રહ્યું છે. ગુજરાતની તમામ જનતાએ ભાજપના આ ષડયંત્રની સામે સજાગ રહેવાની જરૂરત છે. આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે તમામ પ્રયાસો કરશે કે કોઈપણ સાચા નાગરિકોના મતોનો અધિકાર કપાઈ નહીં અને કોઈ ફરજી મતદારોના નામ જોડાઈ જાય નહીં.
આ પણ વાંચો: ગુજરાતની 400 APMCમાંથી તમામ ખેડૂતો આ મહાપંચાયતમાં જોડાવાના છે : Jaideepsinh Chauhan AAP