Lebanon: ઇઝરાયેલની હિઝબુલ્લાહ પર એર સ્ટ્રાઈક, 274ના મોત 700થી વધુ ઘાયલ

September 23, 2024

Lebanon: ઇઝરાયેલી સેનાએ લેબનોનના દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભાગોમાં હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયેલની સેના અનુસાર આ વિસ્તારોમાં હિઝબુલ્લાહની લગભગ 300 જગ્યાઓને નિશાન બનાવવામાં આવી છે. અલ-જઝીરાના અહેવાલ મુજબ, લેબનોને કહ્યું છે કે આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 274 લોકોના મોત થયા છે જ્યારે 700 લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ હુમલા પહેલા ઈઝરાયેલની સેનાએ લેબેનોનના લોકોને વિસ્તાર ખાલી કરવા માટે સંદેશો જારી કર્યો હતો. લેબનોનના સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે બેરૂત સહિત ઘણા વિસ્તારોમાં લોકોને લેન્ડલાઈન કોલ મેસેજ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જેમાં હવાઈ હુમલાથી બચવા માટે ઈમારતોને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. ઇઝરાયેલી સેનાએ લેબનોનના ડઝનેક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઇઝરાયેલની સેનાએ મજદલ સલેમ, હુલા, તૌરા, ક્લેલેહ, હરિસ, નબી ચિટ, હરબતા સહિતના ઘણા વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે.

Lebanon

મૃત્યુ પામેલાઓમાં મહિલાઓ, બાળકોનો સમાવેશ થાય છે – લેબનોન

લેબનોનના આરોગ્ય પ્રધાન ફિરાસ અબિયાદે જણાવ્યું હતું કે ઇઝરાયેલના બોમ્બ વિસ્ફોટમાં ઘરો, તબીબી કેન્દ્રો, એમ્બ્યુલન્સ અને કારને નિશાન બનાવવામાં આવી હતી. મંત્રીના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 274 લોકો માર્યા ગયા છે. જેમાં 21 બાળકો, 39 મહિલાઓ અને બે ડોક્ટરનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર આ હુમલાઓમાં ઓછામાં ઓછા 274 લોકોના મોત થયા છે જ્યારે 700 લોકો ઘાયલ થયા છે.

Lebanon

IDFના પ્રવક્તાએ માહિતી આપી હતી

મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલ સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું છે કે ઇઝરાયેલ બેકા ઘાટીમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ મોટા પાયે હુમલાની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ડેનિયલ હગારીને જમીની સૈન્ય કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ઇઝરાયેલે લેબનોનમાં હવાઈ હુમલા શરૂ કર્યા છે . હગારીએ કહ્યું કે લેબનોનના લોકોએ પોતાની સુરક્ષા માટે જોખમી વિસ્તારો ખાલી કરવા જોઈએ કારણ કે ઈઝરાયેલની સેના હિઝબુલ્લા વિરુદ્ધ મોટા પાયે હુમલો કરવા જઈ રહી છે.

ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે તણાવ વધ્યો

ગયા અઠવાડિયે 17 અને 18 સપ્ટેમ્બરે લેબનોનમાં પેજર અને વોકી-ટોકી વિસ્ફોટો પછી ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. રવિવારે હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ નાઈસ કાસમે પણ કહ્યું હતું કે તેમના લડવૈયાઓ અને ઈઝરાયેલ વચ્ચે સીધુ યુદ્ધ શરૂ થઈ ગયું છે.

હકીકતમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે, હિઝબુલ્લા ઇઝરાયેલના ઉત્તરીય ક્ષેત્રમાં સતત હુમલા કરી રહ્યું છે, જેના કારણે લગભગ 60 હજાર યહૂદીઓ આ વિસ્તાર છોડી ગયા છે, તાજેતરમાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે આ લોકોનું પુનર્વસન છે તેમના નવા યુદ્ધ લક્ષ્યોમાંથી એક છે.

 

આ પણ વાંચો: Delhi: CM આતિશીને ખુરશીખાલી છોડવા પર BJPએ ઉઠાવ્યા સવાલો, હવે AAPનો પલટવાર

Read More

Trending Video