Lawrence Bishnoi video call: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi ) આ દિવસોમાં જેલમાં છે. આમ છતાં તે લોકોને ધમકાવી રહ્યો છે અને ખંડણી માંગી રહ્યો હોવાનું સામે આવતુ હોય છે. ત્યારે આવો જ એક વીડિયો કોલ ગેરકાયદે કોલ સેન્ટર માફિયા કુણાલ છાબરાને (Kunal Chhabra) પણ આવ્યો હતો. જોકે, આ ગત વર્ષનું હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં લોરેન્સ છાબરા પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતો જોવા મળે છે.
લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી વિડીયો કોલ પર માંગી ખંડણી !
મળતી માહિતી મુજબ કુણાલ છાબરાને ખાતરી આપવા માટે, લોરેન્સે પહેલા એક વીડિયો કોલ કર્યો અને કહ્યું કે તે મને ઓળખ્યો કે, નહીં ? લોરેન્સનો આ ફોન એવા સમયે આવ્યો હતો જ્યારે તે જેલમાં હતો. તે જ સમયે, છાબરાએ લોરેન્સને કહ્યું કે તે દુબઈમાં છે. આ પછી લોરેન્સે વોઈસ કોલ કરીને કુણાલ પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આના પર કુણાલે થોડા દિવસોનો સમય માંગ્યો, પરંતુ લોરેન્સે સમય આપવાની ના પાડી. લૉરેન્સે કહ્યું, અમારી નજર તમારા પર હંમેશા હોય છે. અમે એ પણ જાણીએ છીએ કે તમે કેટલી વાર ટોયલેટ જાવ છો.
પોલીસે તપાસ હાથ ધરી
એવું કહેવામાં આવી રહ્યું છે કે 23 મે 2023ના રોજ કૃણાલ છાબરા પર ખંડણીનો કોલ આવ્યો હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પણ 15 જૂને આ મામલે FIR નોંધી હતી.
અન્ય એક ઉદ્યોગપતિને ધમકીભર્યો આવ્યો હતો ફોન
આ દિવસોમાં રાજધાની દિલ્હીમાં ગુંડાઓ અને અંડરવર્લ્ડનો ભય છે. રાજધાનીના ઘણા મોટા ઉદ્યોગપતિઓને ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓ લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર ગેંગ દ્વારા આપવામાં આવી છે. આ પહેલા ગ્રેટર કૈલાશના રહેવાસી ગીત નિર્માતા અમન બત્રાને પણ આવો જ ધમકીભર્યો ફોન આવ્યો હતો. તેમની પાસેથી 5 કરોડની ખંડણીની રકમની માંગણી કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી
કોલ કરનાર વ્યક્તિએ પોતાનો પરિચય લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગુનેગાર તરીકે આપ્યો હતો. તેણે અમન બત્રા પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરી છે. ધમકી મળ્યા બાદ અમને આ મામલે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે. દિલ્હી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
લોરેન્સ બિશ્નોઈ કોણ છે?
ગુનાની દુનિયામાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના નામનો ઘણો ઉપયોગ થાય છે. પંજાબના ફિરોઝપુરમાં જન્મેલા લોરેન્સ બિશ્નોઈની સામે બે ડઝનથી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાં ખંડણી અને હત્યાના કેસ સૌથી વધુ છે. તેની ગેંગમાં સેંકડો લોકો સામેલ છે. જો કે લોરેન્સ બિશ્નોઈ આ દિવસોમાં તિહાર જેલમાં બંધ છે, પરંતુ જેલમાં બેસીને પણ તેની ગેંગ પર તેનો સંપૂર્ણ અંકુશ છે અને તે ગુનાઓ કરતો રહે છે. પંજાબના પ્રખ્યાત સિદ્ધુ મૂઝવાલાની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારનો પણ હાથ હતો.