Lawrence Bishnoi : દેશના અત્યારે સૌથી મોટા ગેંગસ્ટર તરીકે જાણીતા લોરેન્સ બિશ્નોઇ હાલ તો સાબરમતી જેલમાં બંધ છે. પરંતુ જેલમાં રહેવા છતાં લોરેન્સના નામે દેશમાં ગુનાઓ અને ધમકીઓનો સિલસિલો ચાલી રહ્યો છે. મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી અને તેમાં પણ લોરેન્સ ગેંગ દ્વારા જ જવાબદારી સ્વીકારવામાં આવી હતી. અભિનેતા સલમાન ખાનને પણ તેમના દ્વારા જ મારી નાખવાની સતત ધમકીઓ મળતી રહે છે. જેથી લોરેન્સ ગેંગનો ખૌફ હવે સમગ્ર દેશમાં ફેલાયેલો છે. ગુજરાતમાં પણ ક્યાંક હવે તેનો ખૌફ ફેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતને લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી છે. જેને લઈને આજે વડોદરા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું યોજી માહિતી આપી હતી.
રાજ શેખાવતે આ મામલે શું કહ્યું ?
રાષ્ટ્રીય કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેને લઈને હવે તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, દેશમાં આ પ્રકારના ગેન્ગસ્ટરને કેમ છાવરવામાં આવી રહ્યા છે. જો એ જેલમાં બંધ છે તો પણ તેના નામ પર કેમ આટલા બધા ગુનાઓ થઇ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મોટા નેતાઓની હત્યા થાય, સ્ટાર્સને ધમકી આપે અને છતાં પણ તેના સમક્ષ કંઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમારા રાષ્ટ્રીય કરણી સેના અધ્યક્ષ સુખદેવ ગોગામેડીની પણ હત્યા કરવામાં આવી હતી અને તેમાં પણ તેનો જ હાથ છે. છતાં પણ કોઈ જ તેના પર એક્શન લેવામાં આવતું નથી.
રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટરની કરી માંગ
રાષ્ટ્રીય કરણી સેનાએ અધ્યક્ષ રાજ શેખાવતને લોરેન્સ બિશ્નોઇ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી આપવામાં આવી છે. ત્યારે હવે રાજ શેખાવત આ મામલે સરકાર સમક્ષ લોરેન્સ બિશ્નોઇના એન્કાઉન્ટરની માંગ કરી રહ્યા છે. દેશમાં ખૌફ ઉભો કરનાર લોરેન્સ બિશ્નોઈને સરકાર કેમ છાવરી રહી છે. કેમ તેની કસ્ટડી મહારાષ્ટ્ર પોલીસને આપવામાં આવતી નથી. આ મામલામાં કેમ કેન્દ્રીય ગૃહમંત્રી રસ લે છે. આ ન્યાયિક મેટર છે તેમાં પોલીસ અને ન્યાયતંત્રને સાંભળવા દો. આ પ્રકારના લોકો આતંકવાદીની શ્રેણીમાં આવે છે તો આતંકવાદીઓનું કેમ સરકાર એન્કાઉન્ટર કરતી નથી. તેવું પણ રાજ શેખાવતે કહ્યું હતું.
આ પણ વાંચો : Delhi CRPF School : દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે જોરદાર વિસ્ફોટ, પોલીસે શું આપી જાણકારી, જાણો શું મળ્યા પુરાવા?