Ambaji માં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી , લુખ્ખા તત્વોના આતંકને લીધે અંબાજી સંપૂર્ણ બંધ

July 31, 2024

Ambaji closed tightly : પવિત્ર યાત્રાધામ અંબાજીમાં (Ambaji) દરરોજ મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી માઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે. જો કે અંબાજીમાં અસામાજીક તત્વોનો (Antisocial elements) આતંક પણ વધી રહ્યો છે. વેપારીઓ આ અસામાજિક તત્વોના આતંકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસમાજિક તત્વોના કારણે અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ત્યારે પોલીસ (police) પણ આ અસામાજિક તત્વોને રોકવામાં અસમર્થ નિવળી છે. ત્યારે અસામાજિક તત્વોના આતંકને લીધે વેપારીઓએ (merchants) અંબાજીને સજજડ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

વેપારીઓએ અંબાજી સજ્જડ બંધ પાળ્યુ

પ્રાપ્ત જાણકારી મુજબ અંબાજીમાં થોડા દિવસ પહેલા અસામાજીક તત્વો દ્વારા મેડિકલ સ્ટોર પર હુમલો કરવામા આવ્યો હતો. અહીં મંત્રી ઋષિકેશ પટેલના ભાઈના મેડિકલ સ્ટોર પર હુમલો થયો હતો. જો કે, આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી માત્ર બે આરોપી જ પકડવામાં આવ્યા. હજુ બે આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ અસામાજિક તત્વોનો આતંક વધતા વેપારીઓ રોષે ભરાયા છે. પોલીસ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવી માંગ સાથે અંબાજીના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી દુકાનો બંધ રાખી છે.

અંબાજીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી

ગઈ કાલે વેપારીઓ અને ગ્રામજનો અંબાજી પોલીસને આ મામલે આવેદનપત્ર આપી કડક અને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. અને જ્યાં સુધી યોગ્ય બાહેંધરી પોલીસ દ્વાર નહીં મળે ત્યાં સુધી બંધ રહેશે તેવી ચીમકી પણ લોકો દ્રારા ઉચ્ચારાઈ હતી. ત્યારે ગઈ કાલે અંબાજી માનસરોવર ખાતે મળેલી મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતુ કે, 31 જુલાઈના રોજ શક્તિપીઠ અંબાજીના તમામ વેપારીઓ પોલીસની કામગીરી સામે અને અસામાજિક તત્વોના વધતા બનાવોથી સમગ્ર અંબાજી ધામ બંધ રહેશે.

આ પણ વાંચો :  Chandipura Virus in surendranagar:વસ્તડીમાં 10 વર્ષના બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ

Read More

Trending Video