Saurashtra યુનિવર્સિટીમાં જમીન કૌભાંડ, NSUIના કાર્યકરોએ નકલી નોટોનો વરસાદ કરી નોંધાવ્યો વિરોધ

July 25, 2024

Saurashtra University Land Scam: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જમીન કૌભાંડને લઈ આજે ગુજરાત NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ મહાનગરપાલિકા કચેરીએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં NSUIના કાર્યકરો દ્વારા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશ્નર અને શહેર ભાજપ-પ્રમુખનો રોલ ભજવ્યો હતો. આ સિવાય વિરોધ પ્રદર્શનમાં નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. બીજી તરફ કુલપતિએ જણાવ્યું હતું કે, ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન અમારી જાણ બહાર કૉર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. યુનિવર્સિટીની આ જમીન પરત લેવા માટે અમે કૉર્પોરેશન અને સરકારને 10 વખત પત્રો લખ્યા હોવા છતાં તેના ઉપર કોઈ કામગીરી કરવામાં આવી નહોતી.’ યુનિવર્સિટીની જમીન બારોબાર બિલ્ડરને પધરાવી દેવામાં આવતા NSUIના કાર્યકરો દ્વારા જોરશોરથી વિરોધ કરાતાં પોલીસે 20 કાર્યકર્તાની અટકાયત કરી હતી.

મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન કૌભાંડને લઈને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ નાટક રૂપે કેવી રીતે BJP અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ જમીન કૌભાંડ થયું એનું નાટક કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ અગ્રણી રાજદિપસિંહ જાડેજા, પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, રવિ જીત્યા, હિરલબેન રાઠોડ , બ્રિજરાજ સિંહ રાણા, રિયા સુમરા અંકિત નરવા અક્ષાંશ ગૌસ્વામી સમીર ચૌહાણ યજ્ઞેશભાઇ દવે સહિત 20 થી વધારે NSUIના આગેવાનોએ વિરોધ કર્યો હતો. જોકે, કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

નોંધનીય છે કે, યુનિવર્સિટીની આ જમીન કૌભાંડમાં TRP ગેમ ઝોન હત્યાકાંડમાં સંડોવાયેલા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા ભાગીદાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં યુનિવર્સિટીની રૈયા સર્વે નંબરમાં આવેલી 1542 ચોરસ મીટર જમીન કૉર્પોરેશન દ્વારા બિલ્ડરને બારોબાર વહેંચી હોવાનો પત્ર મળ્યો છે. સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, ‘અમારી જાણ બહાર કૉર્પોરેશન દ્વારા આ જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. કૉર્પોરેશન દ્વારા જવાબ મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’

Read More

Trending Video