Ladakh Tank Accident: શનિવારે વહેલી સવારે લદ્દાખમાં (Ladakh) ટેન્ક પ્રેક્ટિસ (Tank Study) કરતી વખતે કેટલાક સૈનિકો (Indian Army) નદીમાં ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 5 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું કે T-72 ટેન્કમાં પાંચ સૈનિકો હતા જેમને નદી પાર કરવાની તાલીમ આપવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક નદીમાં પાણી વધી જતાં અકસ્માત સર્જાયો હતો.
ભારતીય સેનાના ટેન્ક અભ્યાસ વખતે દુર્ઘટના
લદ્દાખમાં સેનાના જવાનો સાથે મોટો અકસ્માત થયો છે. આ વિસ્તારમાં ટેન્ક પ્રેક્ટિસ દરમિયાન 5 જવાન શહીદ થયા છે. શહીદ જવાનોને નદી પાર કરવાની પ્રેક્ટિસ આપવામાં આવી રહી હતી તે જ સમયે અચાનક પાણીનું સ્તર વધી ગયું. સેનાના જવાનો આમાં ફસાઈ ગયા. આ દુર્ઘટનામાં જેસીઓ સહિત સેનાના 5 જવાન શહીદ થયા છે. અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે લદ્દાખના ન્યોમા-ચુશુલ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક T-72 ટેન્કમાં નદી પાર કરતી વખતે પાંચ સૈનિકોના ડૂબી જવાની આશંકા છે.
સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, ‘દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં રિવર ક્રોસિંગ પ્રેક્ટિસ દરમિયાન ગઈકાલે સાંજે થયેલા અકસ્માતમાં એક JCO અને ચાર સૈનિકો સહિત પાંચ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. પાંચેય મૃતદેહો મળી આવ્યા છે.
JCO સહિત 5 જવાન શહીદ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના અહીંથી 148 કિલોમીટર દૂર મંદિર મોર પાસે સવારે 1 વાગ્યે પ્રેક્ટિસ દરમિયાન બની હતી. ઘટના સમયે ટેન્કમાં જેસીઓ સહિત પાંચ સૈનિકો અને 4 સૈનિકો હતા.
આ પણ વાંચો : Amreli : ભાજપના વધુ એક નેતાએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલ, જાણો સમગ્ર મામલો