Kuwait Fire : કુવૈતમાં લાગેલી આગ (Kuwait Fire)માં માર્યા ગયેલા 45 ભારતીયોના મૃતદેહોને લઈને ઈન્ડિયન એરફોર્સ (IAF)નું વિમાન કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું છે. તમને જણાવી દઈએ કે કુવૈતના મંગાફ શહેરમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં કુલ 45 ભારતીય નાગરિકોના મોત થયા હતા.
ભારતીય વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને જીવ ગુમાવનારા ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું, જે કોચીમાં ઉતર્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પોતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે. અહીં કેટલાક મૃતદેહો ઉતાર્યા બાદ પ્લેન સાંજે 4 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચશે.
#WATCH | Ernakulam, Kerala: The mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait being taken out of the special Indian Air Force aircraft at Cochin International Airport.
(Source: CIAL) pic.twitter.com/Dsn8hHhcqS
— ANI (@ANI) June 14, 2024
મૃતકોમાં કેરળના નાગરિકોની સંખ્યા સૌથી વધુ
કુવૈતમાં લાગેલી આગમાં માર્યા ગયેલા સૌથી વધુ લોકો (23) કેરળના નાગરિકો છે. આ પછી તમિલનાડુ (7) બીજા સ્થાને છે. આ સિવાય ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશના 3-3 નાગરિકો પણ માર્યા ગયા છે. આ આગને કારણે ઓડિશાના બે લોકોના પણ મોત થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, ઝારખંડ, બંગાળ, પંજાબ અને હરિયાણાના એક-એક નાગરિકનું પણ મૃત્યુ થયું છે.
#WATCH | Ernakulam, Kerala: The mortal remains of the 45 Indian victims in the fire incident in Kuwait arrive at Cochin International Airport. pic.twitter.com/qb8lCdQWIo
— ANI (@ANI) June 14, 2024
શું હતો સમગ્ર મામલો ?
આગ રસોડામાં શરૂ થઈ હતી, મોટાભાગના મૃત્યુ ધુમાડાને કારણે થયા હતા. અલ-અહમદી ગવર્નરેટના અધિકારીઓને 12 જૂન (બુધવાર)ના રોજ સવારે 4.30 વાગ્યે અકસ્માતની જાણ કરવામાં આવી હતી. મતલબ કે આગ વહેલી સવારે ત્યારે લાગી જ્યારે લોકો ઊંઘમાં હતા. કુવૈતી મીડિયા અનુસાર, બાંધકામ કંપની NBTC ગ્રૂપે 195 થી વધુ કામદારોને રહેવા માટે મકાન ભાડે આપ્યું હતું, જેમાંથી મોટાભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તરીય રાજ્યોના હતા.
આ પણ વાંચો : CM on Rajkot Fire : રાજકોટ ગેમઝોન મામલે મુખ્યમંત્રીની પ્રતિક્રિયા, કહ્યું, “ક્યાંક આપણાથી તો કોઈ ભૂલ નથી થઇ ને ?”