kutchh : હવામાન વિભાગની (Meteorological department) આગાહી (forecast) મુજબ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રરહી છે. ત્યારે આજે ભુજ (Bhuj) શહેરમાં પણ બપોર બાદ વરસાદ (Rain) વરસ્યો હતો. જો કે સામાન્ય વરસાદમાં બુજના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભુજ બસ સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાયા
પ્રાપ્ત જાણકારી મુજબ ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદી પાણી ભરાયા હતા. ઘૂંટણ સુધી પાણી ભરાવાના લીધે વાહન ચાલકો અને લોકોને ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે . આ સાથે ભારે પાણી ભરાતા મુસાફરોને ભુજ બસ સ્ટેશનમાં જવુ મુશ્કેલ બન્યું છે
પ્રિ-મોન્સૂન કામગીરીમાં ભુજ નગરપાલિકા ગઈ નિષ્ફ્ળ
ભુજ બસ સ્ટેશન પાસે પાણી ભરાવાની સમસ્યા મુદ્દે અનેક રજુઆતો છતાં ભુજ પાલિકાની નકર કાર્યવાહી નહીં કરતાલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રિ-મોન્સૂન કામગીરીમાં ભુજ નગરપાલિકા સદંતર નિષ્ફ્ળ છે.
આ પણ વાંચો : vadodara: શહેરમાં સામાન્ય વરસાદમાં જ ગરનાળાઓ થયા બંધ, જાણો આ મામલે કોર્પોરેટરે શું કહ્યું ?