Kutchh: કચ્છની (Kutchh) કંપનીઓમાં લેબર સેફ્ટીના (Labor Safety) અભાવના કારણે અવારનવાર દુર્ધટનાઓ સર્જાતી હોય છે. ત્યારે ફરી એક વાર કચ્છમાં આવી જ એક દૂર્ઘટના સર્જાઈ છે. મુન્દ્રા (Mundra) તાલુકાના ભદ્રેસર ગામે આવેલ નીલકંઠ સ્ટીલ કંપનીમાં (Neelkanth Steel Company) ગત મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કિલન પરની ચેનલ તૂટી જતા 35 ફુટ ઊંચાઈથી કાટમાળ સાથે લેબર નીચે પટકાયા હતા.આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયાનું અનુમાન છે.
મુન્દ્રામાં આવેલ નીલકંઠ સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના
પ્રાપ્ત જાણકારી મુજબ નીલકંઠ સ્ટીલ કંપનીમા કામદારો કામ કરી રહ્યા હતા, ત્યારે સ્ટીલ પ્લાન્ટમાં ચિમનીના રીપેરીંગ માટે ઊભી કરેલ ચેનલ અચાનક તુટી હતી અને 35 ફૂટની ઊંચાઈથી 19 મજૂરો નીચે પટકાયા હતા.આ તમામ કાદારોને ગંભીર ઈજાઓ સર્જાતા ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર અર્થે કસેડવામા આવ્યા છે જ્યા તેમની સારવાર ચાલી રહી છે. આ મજુરોની ગાંધીધામ-આદિપુરની અલગ અલગ ત્રણ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર,2 મજૂરોના મૃત્યુ નીપજ્યા છે અને બાકીના ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા મરીન પોલીસ કંપનીમાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : Asaram Bapu Parole : આસારામને જોધપુર હાઈકોર્ટથી મોટી રાહત, સારવાર માટે 7 દિવસના પેરોલ મંજૂર