Kutchh : જામીન મળ્યા બાદ પણ નીતા ચૌધરી નહીં આવે બહાર! જાણો કારણ

July 4, 2024

Kutchh :કચ્છમાં (Kutchh) સીઆઈડીમાંકોન્સ્ટેબલ તરીકે કામ કરતી નીતા ચૌધરીને (Neeta Chaudhary)લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બે દિવસ પહેલાં થારમાં CIDમાં ફરજ બજાવતી મહિલા અને સાથે બુટલેગર (Bootlegger)દારૂ સાથે ઝડપાઈ હતી આ મામલે દારૂ સાથે બંનેને સ્થાનિક પોલીસે રાતે ઝડપી પાડ્યા હતા. મહિલા પોલીસકર્મી અને બુટલેગરે સ્થાનિક પોલીસ પર ચડાવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસે બંનેને ઝડપીને આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને શરાબબંધી હેઠળ ગુના દાખલ કર્યા હતા. જે બાદગઈકાલે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં ભચાઉ કોર્ટે પોલીસ કર્મચારી નીતા ચૌધરીને જામીન આપ્યા હતા. ત્યારે નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ નીતા ચૌધરી બહાર નહીં આવી શકે કારણ કે પોલીસે ફરી એક વાર નીતા ચૌધરીની ધરપકડ કરી છે.

નીતા ચૌધરીની ફરી એક વાર ધરપકડ

પ્રાપ્ત જાણકારી મુજબ નીતા ચૌધરીને જામીન મળ્યા બાદ કચ્છ પોલીસે ફરી ધરપકડ કરી છે. ભચાઉ પોલીસે શરાબબંધી હેઠળ દાખલ કરેલા ગુનામાં નીતા ચૌધરીની ધરપકડ કરી છે અને તે દારુ ક્યાંથી લાવી તે અંગે તપાસ શરુ કરી છે. મહત્વનું છે કે, નીતા ચૌધરી પર બે અલગ અલગ એફઆઈઆર થઈ હતી. જેમાંથી તેને પોલીસની હત્યાનો કોશિશમાં જામીન મળ્યા બાદ પોલીસે નીતાની વિરુદ્દમા જે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો તે મામલે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસ આજે કોર્ટેમા રજુ કરીને 7 દિવસના રિમાન્ડ માંગશે.

પોલીસે કોર્ટમા સોંગંદનામુ રજુ ન કર્યું

નીતા ચૌધરીને પોલીસે સોગંદનામુ ન રજુ કર્યુ છતા નીચલી કોર્ટમાં જામીન આપવામા આવ્યા છે. પોલીસની હત્યા કરવાનો ગુનો છતા પણ નીચલી કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટમાં દલીલ કરવામા આવી હતી કે નીતા ચૌધરી એક બાળકની માતા છે તેથી જો તે જેલમાં રહેશે તો બાળક પર તેની ખરાબ અસર થશે તેમજ બુટલેગરે પોલીસ પર ગાડી ચઢવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે બુટલેગરની બાજુમાં બેસેલી હતી તેને ગાડી ચલાવી ન હતી વગેરે દલીલો રજુ કરવામા આવી હતી. ત્યારે તમામ દલીલોને સાંભળીને કોર્ટે નીતા ચૌધરીની જામીન અરજીમંજુર કરી હતી.

ભાજપના નેતા સાથેના સારા સબંધના કારણે નીતા ચૌધરીને મળ્યા જામીન ?

કહેવાઈ રહ્યુ છે કે, ભાજપના બનાસકાંઠાના એક નેતા સાથે સારાસબંધને કારણે નીતા ચૌધરીને જામીન મળ્યા છે. ત્યારે હવે આગળ આ કેસમાં કોર્ટ રિમાન્ડ આપે છે કે નહીં તે જોવું રહ્યું.

આ પણ વાંચો :  Gujarat Rain Forecast:રથયાત્રાના દિવસે કેવું રહેશે વાતાવરણ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Read More

Trending Video