Kutch: મહિલા પોલીસકર્મી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતી ઝડપાઈ, પકડાઈ જવાના ડરથી પોલીસ ટીમ પર કાર ચઢાવી દેવાનો કર્યો પ્રયાસ

July 1, 2024

Kutch: કચ્છમાં પોલીસને(Kutch Police) શર્મસાર કરતી ઘટના સામે આવી છે.જેમાં પૂર્વ કચ્‍છ ખાતે સીઆઇડી બ્રાંચમાં (CID Branch) ફરજ બજાવતી મહિલાકર્મી જ બુટલેગર(Bootlegger) સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઇ છે. એટલું જ નહીં પરંતુ પકડાઇ જવાના ડરથી મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી (Neeta Chaudhary) અને બુટલેગરે પોલીસ પર હુમલો કરવાની પણ કોશિશ કરી હતી. આ મામલે પોલીસે હાલ બુટલેગર અને મહિલા પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહિલા પોલીસકર્મી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતી ઝડપાઈ

પ્રાપ્ત જાણકારી મુજબ ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે, નાસતો ફરતો આરોપી યુવરાજસુંહ જાડેજા પોતાની સફેદ કલરની થાર ગાડી લઈને સામખ્યારીથી ગાંધીધામ તરફ જઈ રહ્યો છે. આ બાતમીને આધારે ગાડી આવતા પોલીસ દ્વારા તેને રોકવામા આવી હતી. જો કે આરોપીએ ગાડીને રોકી નહીં અને પોલીસ કર્મી પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો . જો કે પોલીસે આ આરોપીને પકડી પાડ્યો હતો અને ગાડીની તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ મળી આવ્યો હતો. આ સાથે બુટલેગરની સાથે ગાંધીધામમાં CID ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી પણ ઝડપાઇ હતી.

પોલીસે બંને વિરુદ્ધ ગુના દાખલ કર્યા

આ ગુનામાં પોલીસે બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસુંહ જાડેજા અને તેની સાથે નીતાબેન વશરામભાઇ ચૌધરીને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે પોલીસે પ્રેસનોટમાં નીતાબેન ચૌધરી CID ક્રાઇમમાં મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેવું ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.અને તેમની પાસેથી ભારતીય બનાવટનો અંગ્રજી શરાબ પણ મળી આવ્યો હોવાને પગલે પોલીસે હત્યાનો પ્રયાસ અને પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કર્યો છે.

મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અગાઉ પણ આવી ચૂકી છે વિવાદમાં

તમને જણાવી દઈએ કે, મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર પર 16 થી વધુ ગુનાઓ દાખલ છે. હિસ્ટ્રીશીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગુના પણ દાખલ છે. તેમજ પોલીસકર્મી નીતા ચૌધરી અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચૂકી છે.નીતા ચૌધરી સોશિયલ મીડિયામાં પોલીસ યુનમિફોર્મમાં અવનવા વિડીયો બનવાતી હોવાને કારણે પણ જાણીતી છે.DGP વિકાસ સહાય દ્વારા યુનિફોર્મમાં વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા માટે પ્રતિબંધ મુક્યો હોવા છતાં નીતા ચૌધરી બિંદાસ્ત વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતી હતી.

આ પણ વાંચો : Ahmedabad Accident: દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર અકસ્માતમાં થયો મોટો ખુલાસો, ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો નિકળ્યો

Read More

Trending Video