Kutch White Desert : ગુજરાતમાં કચ્છ એ તેની ભાતીગળ સાંસ્કૃતિક વારસા અને કળા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જો કચ્છના સફેદ રાણે કારણે વિશ્વ ફલક પર ઓળખ મળી છે. કચ્છનું સફેદ રણ એ પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. આ ડ્રિમ પ્રોજેક્ટ માટે તેમણે ખુબ સમય આપ્યો છે. પરંતુ લાગે છે કે આ વર્ષે તેમના આ ડ્રિમ પ્રોજેક્ટ પર માટી ફરી વળી હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે આ સફેદ રણ એટલે કે ધોરડો ખાતે રણોત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે તે યોજાશે કે નહિ તેમાં પણ શંકાને સ્થાન છે.
કચ્છનું સફેદ રણ એ તેની ઓળખ છે. જેના કારણે તે વિશ્વ પ્રસિદ્ધ છે. દર વર્ષે અહીં રણોત્સવ ઉજવાય છે. આ રણોત્સવને લઇ પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે આ વખતે કચ્છનું આ સફેદ રણ કાળી માટીથી ઢંકાય ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા કેટલાક સમયથી કચ્છના રણમાં પ્રાઇવેટ કંપનીઓ દ્રારા મીઠું પકવવા માટે સતત દરિયામાં પાળા બાંધવામાં આવ્યા છે. સાથે જ પ્રકૃતિ સાથે સતત છેડછાડ કરવામાં આવી રહી છે. જેના લીધે દરિયાનું પાણી રણ સુધી પહોંચતું નથી. અને તેનેર લીધે જ સફેદ રણની જગ્યાએ અત્યારે માટી જ જોવા મળી રહી છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે.
સ્વાભાવિક છે કે આ વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. જેના કારણે તેના પાછળ સહુ કોઈએ એટલું ધ્યાન આપ્યું છે. પરંતુ વડાપ્રધાનના આ ડ્રિમ પ્રોજેક્ટ પર ક્યાંક સરકારે જ પ્રાઇવેટ કંપનીઓને વધુ પડતી છૂટ આપી અને જેના કારણે હવે આ સફેદ રણ પર કાળો ડેગ લાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા તો તાકીદે તેના પર પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ શું હવે આ મામલે કોઈ મોટા એક્શન લેવામાં આવશે કે શું તે તો જોવાનું રહ્યું.
આ પણ વાંચો : Ahmedabad Rain Alert : આગામી 2 કલાક અમદાવાદ માટે અતિભારે, રાજ્યની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ