Kutch : કચ્છમાં શંકાસ્પદ બીમારીએ હાહાકાર મચાવ્યો છે. કચ્છના લખપત તાલુકામાં શંકાસ્પદ રોગના કારણે રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. એક પછી એક મોતના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ડોક્ટરોની તપાસ ટીમ લખપત તાલુકામાં પહોંચી હતી. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોના સેમ્પલ ઉપરાંત મોટાભાગના બીમાર ગ્રામજનોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
અત્યારે આ રહસ્યમય તાવના કારણે લોકોના મોત થઈ રહ્યાં છે. જેને લઈને તંત્રમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. આરોગ્ય કમિશનર અને અધિકારીઓ પણ આ મામલે તપાસ કરવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યા છે. શંકાસ્પદ કેસોની નમૂના લઈને તેની તપાસ માટે પુના મોકલવામાં આવ્યાં છે કે જેથી આ મામલે વધારે જાણકારી મેળવી શકાય અને લોકોના આરોગ્યમાં સુધાર લાવવા માટે પ્રયત્ન કરી શકાય.
આજે કચ્છ કલેક્ટર સાથે આરોગ્ય મંત્રીએ કરી બેઠક
કચ્છમાં ભેદી બીમારીને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા બંને કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. આ મામલે તેમણે કચ્છ કલેક્ટર સાથે બેઠક પણ કરી હતી. અને આ સમગ્ર મામલે તેમને કલેક્ટરને તકેદારીના પગલાં લેવા જાણ કરવામાં આવી છે. આ સાથે જ નાગરિકો સરકારી હોસ્પિટલમાં જઈને સારવાર લઇ શકે તેની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
શંકાસ્પદ કેસોની નમૂના લઈને તપાસ માટે પુના મોકલાયા
કચ્છ જિલ્લામાં ભેદી બીમારીના વધતા કેસોની સંખ્યાને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય મંત્રી લખપત ગામે મુલાકાત માટે પહોંચ્યા હતા. જે બાદ ત્યાં તાવથી થયેલ મૃત્યુના કિસ્સાઓની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને તાવના કેસોને સમજીને જરૂરી પગલાં લેવાના આદેશ પણ આપ્યા છે.