Kutch : કચ્છમાં મીઠાની જમીનના ભ્રષ્ટાચારમાં ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય સાથે દિગ્ગજ નેતાનું શું છે કનેક્શન ?

July 7, 2024

Kutch : ગુજરાત અત્યારે ભ્રષ્ટાચારનો પર્યાય બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભ્રષ્ટાચાર (Corruption) અને ગુજરાત જાણે એક સિક્કાની બે બાજુઓ હોય તેવું લાગી રહ્યું છે. નાનામાં વિભાગના સરકારી કર્મચારીઓથી લઇ અને મંત્રીઓ સુધી ભ્રષ્ટાચારની ચેઇન ચાલતી રહે છે. રોજ કોઈને કોઈ નેતા કે અધિકારીના નામ ભ્રષ્ટાચારમાં આવતા જ રહે છે. ભાજપના નેતાઓનું નામ તો આ લિસ્ટમાં મોખરે આવે છે. કચ્છમાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી છે. કચ્છ (Kutch)માં ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય (Dhaval Acharya) સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

હવે આ કેસમાં એક પ્રશ્ન એવો છે કે કચ્છમાં ચાલતા મીઠાની જમીનના કાળા કારોબારમાં ખરેખર હર્ષ સંઘવીનો હાથ છે, કે પછી મહામંત્રી તેના નામે ગોરખધંધા કરી રહ્યા છે ? કચ્છમાં વાઈટ કોલર નેતાનો કાળો કારોબાર સામે આવ્યો છે. કચ્છમાં ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામે ભાજપના આ મહામંત્રી મીઠાની જમીન પાસ કરી રહ્યા છે. અને કચ્છનો આખો મહેસુલ વિભાગ આ ભાજપ નેતાના ઇશારે કામ કરી રહ્યું છે. તેવો આક્ષેપ પણ સામાજિક કાર્યકરો એ કર્યો છે.

મીઠા ઉદ્યોગ માટે સરકારી પડતર જમીન આપવા માટે પ્રથમ અરજી કરનારનો સરકારના 2018ના ઠરાવના નિયમને મહેસુલ વિભાગે અવગણ્યો છે. તેવો પણ આક્ષેપ છે. અને જે પણ નાના-નાના અગિયારાઓ છે, તેમની 10 એકર જમીન લિઝ 10-10 વર્ષો સુધી રીન્યુ કરવામાં આવતી નથી. જ્યારે રાજકીય દબાણ નેતાની જમીન ઝડપી અને જેટ ગતિએ પાસ કરાવી દેતા હોવાનો પણ આક્ષેપો ત્યના સામાજિક કાર્યકરોએ લગાવ્યા છે.

આ ભાજપના નેતાઓ સત્તામાં રહી જનતાને જ લૂંટી રહ્યા છે. તમને સત્તામાં જનતાના કામ કરવા માટે મૂકવામાં આવ્યા છે. પરંતુ આ નેતાઓ તો જનતાના કામ પડતા મૂકી પોતાની સરકાર વિરુદ્ધ જઇ ભ્રષ્ટાચારીના કામો કરી રહ્યા છે. અહીં તંત્ર સામે પણ ઘણા સવાલો ઊભા થાય છે.

આ પણ વાંચોBhavnagar Rathyatra : ભાવનગર પોલીસે માનવતા મૂકી નેવે, અગ્નિકાંડના પીડિતોનો અવાજ દબાવવા બેનરો હટાવ્યા

Read More

Trending Video