Kutch Viral Video : ગુજરાત હોય કે દેશમાં સામાન્ય રીતે હિન્દુત્વ અને સનાતનના નામે મોરચા લઈને નીકળતા હોય છે. આ હિન્દુત્વના ઝંડા લઈને ફરતા લોકો અસલી હિન્દુત્વનો મતલબ પણ જાણતા નથી. અને મોરચા લઈને જાહેરમાં નીકળી પડે છે. ગૌહત્યા અને ગૌરક્ષાની વાતો કરતા જ હંમેશા ગૌમાતાનું અપમાન કરતા નજરે પડે છે. ત્યારે આ પ્રકારના ગૌરક્ષાના નામે હિન્દુત્વનો મોરચો કાઢતા લોકોને કચ્છના એક પીઆઇએ એવી શીખ આપી કે આપણે સૌ કોઈએ આ શીખને સાંભળવી જોઈએ. ત્યારે કચ્છના પ્રાગપરના આ PIએ ગૌરક્ષકોને સમજવ્યા અને હિંદુત્વના પાથ ભણાવ્યા હતા.
જવાબ ન મળ્યો તો PI ત્રિવેદીએ ગૌભક્તોને હિંદુત્વના પાઠ ભણાવ્યા. | Nirbhaynews
એટલો ગૌપ્રેમ હોય તો રખડતી ગાયોને ઘરે કેમ નથી બાંધતા?”#hindutva #viralvideos #policevideo#bhuj #mundra #bhujpolice #gujaratpolice #Gujarat #nirbhaynews pic.twitter.com/ttoPYEMbcV
— Nirbhaynews (@nirbhaynews1) October 16, 2024
PI ત્રિવેદીનો હિંદુત્વના પાઠ ભણાવતો વિડીયો વાયરલ
કચ્છના એક પી.આઈ નો વિડીયો વાયરલ થયો છે. જેમાં પી.આઈ હિન્દુત્વનો ઝંડો લઈને ફરતા લોકોને હિન્દુત્વનો પાઠ ભણાવે છે. આ વિડીયો કચ્છના પ્રાગપર પોલીસ સ્ટેશનના પી.આઈ હાર્દિક ત્રિવેદીનો છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પી.આઈ હાર્દિક ત્રિવેદી દ્વારા એક આરોપીને પકડવામાં આવ્યો હતો. ત્યારે આ આરોપીની ભલામણમાં ત્યાં લોકો પહોંચ્યા હતા. તેમને પી.આઈ હાર્દિક ત્રિવેદીનું કહેવું હતું કે, તમે ખોટા ગૌભક્તોની ભલામણ કરવા આવો છો. હિંદુત્વના ઝંડા લઈને ફરતા બોગસ ગૌભક્તોને PI ત્રિવેદીએ પૂછ્યું “હિંદુત્વ એટલે શું?” જવાબ ન મળ્યો તો PI ત્રિવેદીએ હિંદુત્વના પાઠ ભણાવ્યા. PIએ કહ્યું, “મારી ઘરે ગાય છે. એટલો ગૌપ્રેમ હોય તો રખડતી ગાયોને ઘરે કેમ નથી બાંધતા?” રસ્તા પર ગાય પ્લાસ્ટિક ખાય ત્યારે કેમ ચૂપ રહો છો બધા? આપણા સૌની નસમાં જે લોહી વહે છે તે પણ લાલ જ છે. એટલે અંધભક્તો ન બનો પહેલા વિચારો અને પછી મોરચા લઈને નીકળો.
ત્યારે હાલમાં ગૌમાતા ને રાજ્યમાતાનો દરજ્જો અપાવા માટે તમામ ગૌ ભક્તો મેદાને આવ્યા છે અને આવેદનપત્ર આપી રહ્યા છે. અને વિરોધ કરી રહ્યા છે. ત્યારે એવા સમયમાં કચ્છ પીઆઈ ધ્વારા હિન્દુઓને હિન્દુત્વનો પાઠ ભણવામાં આવ્યો છે. વાત તો માત્ર એટલી જ છે કે ગૌરક્ષાના નામે અંધભક્ત ના બનો. પહેલા ગૌમાતાને સાચવતા શીખો પછી હિન્દુત્વ અને ગૌરક્ષાના નામે મોરચા કાઢજો.
આ પણ વાંચો : Banaskantha : વાવ બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારીનું નામ કર્યું જાહેર, ચૂંટણીની બધી જવાબદારી સંભાળશે