kutch : 34 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાં પડેલી યુવતીનો મૃતદેહ બહાર કઢાયો

January 7, 2025

kutch: ભુજમાં કંઢેરાઈ ગામે સોમવારે વહેલી સવારે ઇન્દિરા મીણા નામની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી.જેથી તેને બચાવવા માટે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. યુવતીનું રેસ્ક્યૂ ઓપરેશન કરવું એક ચેલેન્જિંગ હતું પરંતુ અંતે 34 કલાકની જહેમત બાદ યુવતીને બહાર કાઢવામાં આવી હતી. જે યુવતીને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જો કે, આ યુવતીને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવી છે. 22 વર્ષીય ઇન્દ્રા મિણાએ બોરવેલમાં જ દમ તોડ્યો હતો.

બોરવેલમાં પડેલી યુવતીનો મૃતદેહ બહાર કઢાયો

મળતી માહિતી મુજબ 34 કલાકની લડત બાદ 22 વર્ષીય ઇન્દ્રા મિણાએ બોરવેલમાં જ દમ તોડ્યો હતો. બોરવેલમાથી યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. હાલ મૃતદેહને પીએમ માટે મોકલવામાંઆવ્યો છે.ત્યારે આ યુવતીએ આપઘાત કર્યો કે પછી આ હત્યાનો કેસ છે? તેની સ્પષ્ટતા PM સહિતના રિપોર્ટ બાદ થશે. હાલ આ ઘટનાને પગલે સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

આ પણ વાંચો :  કોઈ નેતાને વ્હાલા થવા માટે પોલીસે પાટીદાર દીકરીનું સરઘસ કાઢ્યું :નારણ કાછડિયા

Read More

Trending Video