Kutch : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે પણ રાજકીય પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ નગરપાલિકા અને પંચાયતની ઘણી બેઠકો પર ફોર્મ પાછા ખેંચીને ભાજપને જીત અપાવી રહ્યા છે. બોટાદમાં નગરપાલિકામાં 4, જૂનાગઢ મહાનગરપાલિકામાં 9 બેઠકો પર કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. ભચાઉ નગરપાલિકામાંથી પણ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા ભાજપ બિનહરીફ થયાનું સામે આવ્યું છે.
ભચાઉ નગરપાલિકામાં ભાજપના કેટલા ઉમેદવાર બિનહરીફ થયા?
ભચાઉ નગરપાલિકમાં 28 બેઠક પર ચૂંટણી યોજાવાની હતી. 28 માંથી કોંગ્રેસના 21 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા ભાજપના 21 ઉમેદવારો બિનહરીફ થયા છે. 28 બેઠક માંથી 21 ઉમેદવારો બિનહરીફ થતા હવે 7 બેઠક પર જ ચૂંટણી યોજાશે. કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ખેંચાતા કોંગ્રેસે ચૂંટણી લડ્યા પહેલા જ પોતાની હાર સ્વીકારી લીધી છે. ચૂંટણી પહેલા જ ભાજપ દ્વારા નગરપાલિકા જીતી લીધી છે.
લોકો કહી રહ્યા છે, કોંગ્રેસ આટલી બધી નબળી પડી ગઈ છે, કે ચૂંટણીમાં જીતવાનું તો પછી, પણ ફોર્મ ભરતા પણ ડરી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે , ભાજપ કેટલી બેઠક પર હજી બિનહરીફ થશે?
આ પણ વાંચો : Mansukh Vasava : ડેડિયાપાડાની જર્જરિત શાળાની મુલાકાતે પહોંચ્યા મનસુખ વસાવા, શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને લખ્યો પત્ર