Kutch Stone Pelting : બે દિવસ પહેલા સુરતમાં એક ઘટના બની જેમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ ગૃહ રાજ્યમંત્રી સહીત સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું હતું. તપાસમાં બાળકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો તેવું સામે આવ્યું હતું. જે બાદ ગુજરાતમાં ફરી એક પથ્થરમારાની ઘટના બની જેમાં ફરી બાળકો દ્વારા પથ્થરમારો થયાનો ખુલાસો કરવામાં આવ્યો. કચ્છની પથ્થરમારાની ઘટનામાં વધુ એક વખત બાળકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો તેવો ખુલાસો કરવામાં આવ્યો છે.
સુરત બાદ કચ્છમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. કોટડા જડોદરમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારો કરાયો હતો. પથ્થરમારાને લીધે ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત થઇ છે. આ પથ્થરમારાની ઘટનામાં ફરીથી માસુમ બાળકોનો સહારો લઇ કચ્છની કોમી એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. નખત્રાણા પોલીસે હીન કૃત્ય કરનારા 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસે અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરી છે. જેમાં ત્રણ બાળકો છે. સમગ્ર ષડયંત્ર પાછળ કોણ કામ કરી રહ્યું છે તે દિશામાં પોલીસ કામગીરી કરી રહી છે.
ત્યારે હવે સવાલ એ ઉભા થાય છે કે સુરતમાં પણ બાળકો ને આગળ રાખીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાળકો એક કિલોમીટર દૂર રહેતા હતા.. અને ત્યાંથી રિક્ષામાં તે આવ્યા અને પથ્થરમારો કર્યો હતો. ત્યારે એજ રીતે કચ્છના નખત્રાણા માં ગણેશ પંડાલ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. ગુજરાતમાં આ શાંતિ ડહોળવાનું કામ કોણ કરી રહ્યું છે ? જે પ્રમાણે પથ્થરમારો કરવામાં આવે છે એના પરથી એવું જ લાગે છે કે આ ગુજરાતમાં હિન્દૂ મુસ્લિમ એકતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હોય ? ત્યારે આ તત્વો કોણ છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Delhi Earthquake : દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, એપીસેન્ટર પાકિસ્તાનમાં, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8