Kutch MP Vinod Chavda : ગત તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે SC-ST કેટેગરીમાં નવી સબ કેટેગરી ઉભી કરીને અતિ પછાતોને અલાયદો ક્વોટા આપવાનો આદેશ આપ્યો હતો. આ મામલે ભાજપના SC/ST સાંસદો પીએમ મોદી (pm modi) પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે ચર્ચા કર્યા બાદ વિનોદ ચાવડાએ (Vinod Chawda) સંસદભવન (Parliament House) બહાર એક વીડિયો બનાવીને શેર કર્યો હતો. કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડાએ દાવો કર્યો હતો કે મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્પષ્ટ આશ્વત કર્યા હતા કે અનામતમાં પેટા અનામત બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યો નથી. આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે.
PM મોદી સાથે ચર્ચા કર્યા બાદ કચ્છ સાંસદ વિનોદ ચાવડાનું નિવદેન
વિનોદ ચાવડાએ કહ્યું કે, આજે સંસદ ભવનમા ભાજપના SC-ST વર્ગના ચૂંટાયેલા સાસંદોએ પીએમ મોદીને મળ્યા હતા અને તેમને લેખિતમાં એક પત્રમાં એક પણ આપવામા આવ્યો હતો. થોડા સમય પહેલા સુપ્રિમ કોર્ટના જજની એક પેનલે જે પોતાની રાય અને વિચાર SC અને ST ના અનામત બાબતે રજુ કર્યો હતો આ બાબતે દેશના SC-ST વર્ગના સાંસદો પીએમ મોદીને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર કે ભાજપની કોઈપણ રાજ્ય સરકાર કે પાર્ટીનો વિચાર નથી. આ માત્ર સુપ્રિમ કોર્ટના જજના પેનલની રાય અને વિચાર છે . જે પ્રકારે દેશમાં કોંગ્રેસ અને વિપક્ષ SC અને ST વર્ગના લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. અનામત દૂર કરવા માટેની અફવા ફેલાવી રહી છે. તે વાતનું પણ ખંડન કર્યું હતું. અને સૌ સાંસદોએ સાથે મળીને વડાપ્રધાન મોદીે આ અંગે રજુઆતકરી હતી.
સુપ્રિમ કોર્ટે શું કહ્યું હતું?
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વૉટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે એસસી-એસટી કેટેગરીમાં નવી પેટા કેટેગરી બનાવી શકાય છે અને આ અંતર્ગત સૌથી પછાત વર્ગને અલગ અનામત આપી શકાય છે.હાલમાં, દેશમાં અનુસૂચિત જાતિ (SC) ને 15 ટકા અને અનુસૂચિત જનજાતિ (ST) ને 7.5 ટકા અનામત મળે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, SC અને ST જાતિઓ માટે આ 22.5 ટકા અનામતની અંદર રાજ્ય સરકારો SC અને STના નબળા વર્ગો માટે અલગ ક્વોટા નક્કી કરી શકશે.રાજ્ય સરકારોને તેની મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યો તેમની ઈચ્છા અને રાજકીય મહત્વાકાંક્ષાના આધારે નિર્ણય લઈ શકતા નથી. જો આમ થશે તો તેમના નિર્ણયની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે.
આ પણ વાંચો : સરકાર બધા વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કેમ નથી કરતી ?દાળ આખી કાળી જ હોય એવું લાગી રહ્યું છે: પ્રવીણ રામ