Kutch MLA : ભાજપમાં સામાન્ય રીતે એવી પરિસ્થિતિ છે કે તમે કોઈ ઉચ્ચ હોદાના મંત્રી છો કે પછી કોઈ મોટા શહેરના ધારાસભ્ય કે સાંસદ છો તો સૌને તમારી વાત સાંભળવી પડે છે. પરંતુ ઘણા એવા ધારાસભ્ય અને સાંસદો છે તેમનું તો અધિકારીઓ અને ખુદ તેમની સરકાર જ સાંભળતી નથી. ભાજપમાં ધારાસભ્ય બનવું સહેલું છે. ભાજપ તમને ટીકીટ પણ આપી દેશે. હવે દરેક ધારાસભ્યએ ભાજપને પુછવું જરૂરી છે, કારણ કે અત્યારે પરિસ્થીતી એવી છે કે ભાજપના ધારાસભ્યનું તેમની જ સરકારના અધિકારીઓ તો શું ખુદ મુખ્યમંત્રી પણ સાંભળતા નથી.
ગુજરાતમાં હાલ ધારાસભ્ય હોય કે સાંસદ અત્યારે તેમનું તો અધિકારીઓ તો શું હવે ખુદ તેમની સરકાર જ તેમની વાતને ગણકારતી નથી. ત્યારે હવે ફરી એક વાર કંઇક આવું જ બન્યું કચ્છના અબડાસાના ધારાસભ્ય સાથે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કચ્છમાં લખપત વિસ્તારમાં છેર નાની ગામે આવેલાં જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાંથી 350 જેટલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે. જેને લઈ પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને રજૂઆત કરી છે. પરંતુ જો તમને કોઈ મૂંઝવતા પ્રશ્નો છે તો તમારે અધિકારીઓને કહેવાનું હોય છે. હવે આ સાહેબે તો અધિકારી, સાંસદ, મુખ્યમંત્રીથી ઉપર સીધા રાજ્યપાલને જ રજૂઆત કરી નાખી.
આ મામલે શું કહ્યું ધારાસભ્યએ ?
કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા પોતાની રજૂઆત કરવા સીધા રાજ્યપાલ સુધી પહોંચી ગયા છે. જે લઈને નિર્ભય ન્યુઝ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે, કચ્છમાં લખપત અબડાસાની પાસે આવેલા થર્મલ પ્લાન્ટમાંથી એક મહિના પહેલા અચાનક 350 કર્મચારીઓને છુટા કરી દીધા છે. તેમણે ઘણા દિવસથી ધરણા પર બેઠા છે. અને છેલ્લા કેટલાક દિવસથી ઉપર વાત કર્યા છતાં કોઈ જ નિવેડો આવ્યો નથી. એટલે અંતે મેં રાજ્યપાલને રજૂઆત કરી છે.
ત્યારે હવે તેમની વાત ઉપરથી જાણવા મળે છે કે ભાજપ સરકારમાં હવે તેમના જ નેતાઓ અને ધારાસભ્ય બોલ્યા કરે અને સંભાળવાવાળું કોઈ જ નથી તેવું લાગી રહ્યું છે. ઘણા દિવસથી ધરણા ચાલી રહ્યા હોય છતાં કોઈ જ અધિકારી ત્યાં ફરક્યા પણ ન હોય જેને લઈને હવે ધારાસભ્ય ગુસ્સે ભરાયા છે. અને અંતે રાજ્યપાલ સુધી પહોંચી ગયા છે. ત્યારે એક તરફ, વાયબ્રન્ટ ગુજરાતના તાયફાં કરીને ગુજરાતીઓને રોજગારી મળશે તેવા બણગાં ફુંકવામાં આવી રહ્યા છે. અને બીજી તરફ કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે. ઉદ્યોગો સ્થાનિકોને રોજગારી આપવા તૈયાર નથી. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે કોઈ એક્શન લેવામાં આવશે કે નહિ.
આ પણ વાંચો : Vadodara Rain : વડોદરામાં ફરી ભારે વરસાદથી લોકોમાં ભય, વિશ્વામિત્રીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડમાં