Kutch Lady Don Riya Goswami: અંજારની કુખ્યાત વ્યાજખોર અને લેડી ડોન રિયા ગોસ્વામી (Riya Goswami) વિરુદ્ધ ગુજસીટોક એક્ટ ( GUJCTOC ) હેઠળ ગુનો નોંધાયો છે. આ સાથે તેના પરિવારના સભ્યોમાં આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી વિરુદ્ધ પણ ગુજસીટોક એક્ટ હેઠળ પૂર્વ કચ્છ પોલીસે (kutch police) ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે,ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક જ પરિવારના ત્રણ સભ્યો ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે પહોંચ્યા છે. તેમજ પહેલી જ વાર એક મહિલા સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમને જેલ હવાલે કરાયા છે.
રિયા ગોસ્વામી વિરૂદ્ધ વધુ બે ગુના દાખલ
મળતી માહિતી પ્રમાણે અંજારની કુખ્યાત વ્યાજખોર લેડી ડોન રિયા ગોસ્વામી હાલ ગુજસીટોકના ગુનામાં જેલના સળિયા પાછળ છે ત્યારે તેની સામે વધુ બે ગુના નોંધાયા છે જેમાં, ભોગ બનનાર બે ફરિયાદી એ નોંધાવ્યા ગુના નોંધાવ્યા છે જેમાં એક ચેટિંગ અને એક વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે. આમ જોઈએ તો અત્યાર સુધીમાં GUJCTOC દાખલ થયા બાદ રિયા સામે કુલ ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.
પૂર્વ કચ્છ પોલીસે લોકોને ડર્યા વિના ફરિયાદ નોંધાવવા જણાવ્યું
એક જ પરિવારના ત્રણેય સભ્યો વિરૂદ્ધ પૂર્વ કચ્છ પોલીસે GUJCTOC જેવી ધાક બેસાડતી કાર્યવાહી બાદ લોકો પોલિસ ફરીયાદ નોંધાવવા આગળ આવી રહ્યા છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસે જાહેર કર્યું છે કે, ત્રણેય વ્યાજખોર નો ભોગ બનનાર વ્યક્તિ પોલીસ નો સંર્પક કરી અને કોઈ પણ ડર વિના પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસની કડક કાર્યવાહીથી અન્ય વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.
આ પણ વાંચો :Rahul Gandhi એ PM MODI પર સાધ્યું નિશાન કહ્યું- 56 ઈંચની છાતી હવે ઈતિહાસ બની ગઈ