Kutch: બુટલેગર (Bootlegger) સાથે દારૂની હેરાફેરી અને પોલીસ કર્મી ઉપર ગાડી ચડાવી હત્યાનું ગુનાહિત કાવતરું રચનાર ભાગતી ફરતી નીતા ચૌધરીને (Nita Chaudhari) ગઈ કાલે એટીએસની (ATS) ટીમે ઝડપી લીધી હતી. નીતા ચૌધરી સુરેન્દ્રનગરના લીંબડી પાસેના ભલગામડા ગામે છુપાઈ હતી જે બુટલેગર યુવરાજસિંહનું સાસરુ છે.
નીતા ચૌધરી સુધી એટીએસ કઈ રીતે પહોંચી ?
બુટલેગર અને દારૂ સાથે ઝડપાયા બાદ પોલીસ પર જ થાર ગાડી ચડાવી દઈ હત્યાની કોશિશ કરવાના ગુનામાં નીતા ચૌધરીને સેસન્સ કોર્ટે જામીન રદ કરતાં છેલ્લા પખવાડિયાથી પોલીસને ખો આપી નાસતી ફરતી હતી. જો કે નીતા ચૌધરીને પકડવામાં કચ્છ અને રેન્જ પોલીસને સફળતા મળતી નહોતી જેથી ગુજરાત એટીએસ જેવી એજન્સી આ મામલે સક્રિય થતા નીતા ચૌધરી સુરેન્દ્રનગરના લીમડીમાંથી એટીએસના હાથે ઝડપાઈ હતી. તે આ ગુનામાં તેના સાથી બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સબંધીને ત્યાં રોકાઇ હતી. ત્યારે એટીએસની ટીમે નીતા ચૌધરીને ઝડપીને કચ્છ પોલીસના હવાલે કરી છે ત્યારે નીતા ચૌધરી સુધી એટીએસ કઈ રીતે પહોંચી તે અંગેની માહિતી સામે આવી છે જેમાં નીતા ચૌધરીને તેના બુટલેગર સાથી યુવરાજસિંહે જ પકડાવી દીધી હોવાનું ખુલ્યું છે.
ATS એ બનાવ્યો હતો આ ખાસ પ્લાન
પ્રાપ્ત જાણકારી મુજબ નીતા ચૌધરીને પકડવા ગુજરાત પોલીસે ત્રણ ટીમો બનાવી પરંતુ તેને પકડી શકી નહોતી. ત્યારે ATS એ એક પ્લાન બનાવ્યો. અને પ્લાન મુજબ બુટલેગર યુવરાજસિંહ પાસે જેલમાં એક ફોન પહોંચાડવામાં આવ્યો. ATS એ વિશ્વાસ હતો કે, તે નીતા ચૌધરીને કોલ કરશે ત્યારે બન્યુ પણ એવું બુટલેગર યુવરાજ સિંહે નીતા ચૌધરીને ફોન કર્યો પરંતુ વધુ વાત ન થતા ATS ને પહેલા તો લોકેશન મળ્યું નહીં પછી જ્યારે ફરીથી યુવરાજસિંહ નીતા ચૌધરીને ફોન કર્યો તેમની વચ્ચે વાતચીત થઈ ત્યાર પછી એકાએક નીતા ચૌધરીનું સુરેન્દ્રનગરના લીમડી ગામમાં લોકેશન મળી આપ્યું. આ લોકશનના આધારે ત્યારે ATS ની ટીમે બુટલેગરના સસરાના ઘરે પહોંચી નીતા ચૌધરીની ધરપકડ કરી હતી.
પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
આમ બુટલેગરે નીતા ચૌધરીને કોલ કર્યો તેના લીધે નીતા ચૌધરી ઝડપાઈ જો કે આ ATS ની સક્રિયતાને કારણે શક્ય બન્યું નહીતર સ્થાનિક પોલીસ તો નીતા ચૌધરીને પકડવામાં અસમર્થ કરી હતી. ત્યારે આ કેસમાં ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આ સાથે તે જેના ઘરે રોકાઈ હતી તેના પર કોઈ કાર્યવાહી કરવામા આવી નથી. આરોપીને આશરો આપ્યો તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામા ન આવી તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : Chandipura Virus : ચાંદીપુરા વાયરસે વધારી ચિંતા , મૃત્યુઆંક વધીને 21 થયો