Kutch Heavy Rainfall : ગુજરાતમાં વરસાદે મચાવ્યું તાંડવ, કચ્છમાં રસ્તાઓ પર વહી નદીઓ, જનજીવન અસ્તવ્યસ્ત

August 27, 2024

Kutch Heavy Rainfall : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ બાદ ન માત્ર ગ્રામ્ય વિસ્તારો પરંતુ શહેરોના રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અને ઘરવખરી પલળી ગઈ છે. સાથે જ NDRF દ્વારા સતત લોકોનું રેસ્ક્યુ ઓપરેશન અને સ્થળાંતર ચાલી રહ્યું છે. ત્યારે હવે આ મામલે તંત્ર પણ એલર્ટ મોડમાં છે. અને રાજ્ય સરકાર દ્વારા પણ સતત સાવચેતીના પગલાં રાખવામાં આવી રહ્યા છે. આજે 27 ઓગસ્ટ માટે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર્ર – કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદે લોકોના સાજા ગગડાવી નાખ્યા છે. સાથે જ સૌરાષ્ટ્રનો લોકોમેળો પણ રદ્દ કરવામાં આવ્યો છે. આ સાથે જ કચ્છમાં પણ વરસાદે તબાહી મચાવી છે.

કચ્છ થયું પાણી-પાણી

ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કચ્છના અંજાર, ભચાઉ, લખપત, નખત્રાણા, મુન્દ્રા, માંડવી, ભુજ, લખપત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદી-નાળાઓ વરસાદી પાણીથી ભરાઈ ગયા છે અને રસ્તાઓ ઉપર પાણી વહી રહ્યા છે. કચ્છના નખત્રાણામાં સવારથી 10 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કેટલાક સ્થળોએ પાણી ભરાવાને કારણે લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે. વરસાદના કારણે નલિયા-માંડવી નેશનલ હાઈવે પણ બંધ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ કચ્છમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગની વરસાદને લઇ આગાહી

હવામાન વિભાગે જણાવ્યું હતું કે 29 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સમાન હવામાનની અપેક્ષા છે. ગુજરાતમાં આજે અને આવતીકાલે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પહેલા પણ રાજ્યમાં ઘણી જગ્યાએ જોરદાર પવન ફૂંકાયો હતો.

આ પણ વાંચોRajkot Heavy Rainfall : રાજકોટમાં મેઘ તાંડવ, 12 કલાકમાં 11 ઇંચ વરસાદથી ત્રાહિમામ, NDRF દ્રારા રેસ્ક્યુ અને સ્થળાંતર કામગીરી ચાલુ

Read More

Trending Video