Kutch: કોન્સ્ટેબલ નીતા ચૌધરીની તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો વિગતો

July 3, 2024

Kutch: ગુજરાતની એક મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Neeta Chaudhary)અત્યારે જબરદસ્ત ચર્ચામાં છે. ક્ચ્છમાં (Kutch)બુટલેગર (Bootlegger)યુવરાજ સિંહ જાડેજાની (Yuvraj Singh Jadeja) થાર કારમાં દારૂ સાથે પકડાયેલી આ મહિલા કોન્સ્ટેબલCID બ્રાન્ચમાં ફરજ બજાવતી હતી. કચ્છના ભચાઉમાં (bhachau)લોકલ ક્રાઇમ બ્રાન્ચની (LCB)ટીમ ઉપર થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ગાડીની અંદર આ મહિલા પોલીસ કર્મી પણ તેની સાથે હતી જેથી પોલીસે આ બંન્ને આરોપીઓને ઝડપી પાડીને આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને શરાબબંધી હેઠળ ગુના દાખલ કર્યા હતા. આ

કોન્સ્ટેબલ નીતા ચૌધરીની તપાસમાં થયો મોટો ખુલાસો

ગુજરાતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાયા બાદ દારૂબંધી પર સવાલો ઉઠી રહ્યા છે. કચ્છના ભચાઉમાં દારુની હેરાફેરી કરતા ઝડપાયેલી સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને કુખ્યાત બુટલેર યુવરાજ સિંહ જાડેજા ગાડીમાં દારુની મહેફિલ માણતા ઝડપાયા હતા. તેમની ગાડીની તપાસ કરતા ગાડીમાંથી દારુની બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ આરોપીઓ ક્યાંથી દારુ લાવ્યા હતા અને તેમાં અન્ય કોની સંડોવણી છે તેની તપાસ કરવામા આવી હતી. ત્યારે આ તપાસમાં મોટો ખુલાસો થયો છે. નીતા ચૌધરી જ રાજસ્થાનથી કચ્છમા દારુ લાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી સસ્પેન્ડ

બુટલેગરની ગાડીમાં દારુની હેરાફેરી કરતા ઝડપાયા બાદ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામા આવી છે. પુર્વ કચ્છ પોલીસ દળમાંથી નીતા ચૌધરી સસ્પેન્ડ કરવામા આવી છે.

મહિલા કોન્સ્ટેબલને છાવરવામાં કયા ભાજપ નેતાનો હાથ ?

સુત્રોના જણાવ્યા પ્રમાણે નીતા ચૌધરીની સિનિયર IPSથી લઈને મોટા નેતાઓ સુધીની પહોંચ છે. તેમજ નીતા ચૌધરીના પતિ પણ રાજકારણી છે.નીતા ચૌધરીના પતિનું મૂળ વતન બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે. અહીં તેના પતિ સ્થાનિક રાજકારણમાં ખુબ સ્ક્રિય છે. આ સાથે ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ નજીકના સંબંધો હોવાની પણ ચર્ચા છે. એવું ણ જાણવા મળ્યું છે કે, ભૂતકાળમાં આ નેતાની ભલામણના કારણે જ એક હાઇપ્રોફાઇલ કેસમાંથી નીતા ચૌધરીને ફસાતી બચાવી લેવાઈ હતી.

 પહેલા પણ આવી ચૂકી છે વિવાદમાં

નિયમ મુજબ વર્દી પહેરીને કોઈ પોલીસકર્મી રીલ્સ ન બનાવી શકે.પરંતુ નીતા ચૌધરી પોલીસ યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગબાજીના વીડિયો બનાવતી હતી.તેના વીડિયો ભૂતકાળમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. આ મુદ્દે સિનિયર પોલીસ અધિકારીઓએ નીતા ચૌધરીને બોલાવીને ઠપકો પણ આપ્યો હતો.પરંતુ નીતા ચૌધરીને વર્તનમાં કોઈ ફરક આવ્યો ન હતો.

લોકઅપમાં પણ નીતા ચૌધરીના ચહેરા પણ દેખાયો એટીટ્યુડ

સુત્રોના જણાવ્યા પ્રમાણેપોલીસ લોકઅપમાં પણ નીતા ચૌધરીને કોઈ અફસોસ ન હોય એમ વર્તી રહી છે કદાચ તેને એવું છે કે, ભુતકાળની જેમ અત્યારે પણ તેને કશુ સજા નહીં થાય હવે નીતા ચૌધરીની નેતા સાથેની ઓળખાણથી તે અત્યારે પણ બચી જશે તેવું કદાચ તેને લાગી રહ્યુ હોય પરંતુ હવે આગળ શું કાર્યવાહી થાય છે. શુ મોટા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું…

પણ વાંચો : Gujarat Weather: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 178 તાલુકામાં વરસાદ, આજે ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી

Read More