kutch: શક્તિસિંહે કહ્યું- કચ્છમાં નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો હું સરકારને ચિતાર આપીશ, અતિવૃષ્ટિ સર્જાઈ ત્યારે કોંગ્રેસના એક પણ નેતા કેમ ના દેખાયા ?

September 3, 2024

kutch: કચ્છ (kutch) જિલ્લામાં પડેલા ભારે વરસાદને (heavy rain) કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ, પાણી ભરાઈ જવાના લીધે કપાસ, મગફળી, મગ, મઠ, અડદ, તુવેર, તલ, દિવેલા, બાજરી, ગુવાર અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જેવા કે પપૈયા અને કેળાના પાકમાં પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન જોવા મળ્યું છે.  આ સાથે પશુપાલકો અને ઉદ્યોગોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે અતિવૃષ્ટીના આ સમયમાં કચ્છમાં ભારે વરસાદે તારાજી સર્જી પરંતુ કોંગ્રેસ કચ્છમાં એકટીવ જોવા મળી ન હતી, ત્યારે હવે કોંગ્રેસને એકાએક કચ્છની યાદ આવી હોય તેવી લાગી રહ્યું છે. આજથી બે દિવસ શક્તિસિંહ ગોહિલ કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જઈ રહ્યા છે.

કચ્છની મુલાકાત પહેલા શક્તિસિંહ ગોહિલે આપ્યું આ નિવેદન

કચ્છ સોરાષ્ટ્રમાં ભારે વરસાદે તારાજી સર્જી છે.હાલમાં કચ્છ જિલ્લાના માંડવી, અબડાસા, લખપત, મુન્દ્રા, ભુજ, અંજાર, નખત્રાણા અને ગાંધીધામ તાલુકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હવે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. જે અંતર્ગત આજથી બે દિવસ માટે શક્તિસિંહ ભારે વરસાદથી અસરગ્રસ્ત કચ્છના માંડવી, અબડાસા, ભુજ વીગેરે વિસ્તારોની મુલાકાતે જવાના છે ત્યારે તેમના પ્રવાસ અંગે શક્તિસિંહે જણાવ્યું હતુ કે,હું અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને તકલીફમાં આવેલ લોકોને મળીશ, તેમજ નુકશાનીની વિગતો મેળવી સરકારને કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપીશ . તેમજ સરકાર માનવતાના ધોરણે પૂરતું વળતર આપે તે જરૂરી છે . કોંગ્રેસ પરિવારના સભ્યો યથા શક્તિ અસરગ્રસ્ત લોકોને મદદરૂપ બને તેવી વિનંતી કરી છે.

અતિવૃષ્ટી સમયે કોંગ્રેસના નેતાઓ કેમ ના દેખાયા ?

મહત્વનું છે કે, વરસાદ હોય કે, વાવાઝોડુ તેની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં થતી હોય છે કેમકે આ વિસ્તારો દરિયાકાંઠાના વિસ્તારો છે. ત્યારે સવાલ તે થાય છે કે, કોંગ્રેસ વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લામાં એકટિવ જોવા મળી ન હતી અને હવે પરિસ્થિતિ સુધરી રહી છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે. ત્યારે અતિવૃષ્ટીના સમયે કેમ કોઈ નેતા જોવા મળ્યા ન હતા. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જે કચ્છમાં કોઈ કૌભાંડ પકડાય તો એક્ટીવ જોવા મળતા હતા પ્રેસ કોંન્ફરન્સ કરીને સરકાર પર પ્રહાર કરતા હતા તેઓ અત્યારે ક્યાં ખોવાઈ ગયા ? કોંગ્રેસના નેતાઓ પીડિતોને ન્યાય અપાવવા માટે જે નેતાઓ ન્યાય યાત્રા કાઢી રહ્યા હતા. ત્યારે જ્યારે અતિવૃષ્ટી સમયે લોકોને મદદની જરુર હતી ત્યારે કેમ કોઈ દેખાયા નહીં. ત્યારે મત માટે રાજનિતી કરવાની હોય ત્યારે એક્ટીવ થતા નેતાઓ સમય આવે ક્યાં ખોવાઈ જાય છે પછી જ્યારે જે થવાનું હોય તે થઈ જાય ત્યાર પછીથી દેખાડો કરવા માટે આવી જતા હોય છે અને સરકાર પર પ્રહાર કરતા હોય છે પરંતુ ત્યારે તમે કેમ દેખાતા નથી તે પણ સવાલ છે કે, અત્યારે તમે જે રીતે કાર્યકર્તાઓને અસરગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવવનું કહી રહ્યા છો અતિવૃષ્ટીના આટલા દિવસો બાદ કેમ પહેલા જ્યારે કચ્છમાં કોંગ્રેસ એક્ટીવ નહોતી ત્યારે કેમ આ સુચના ના આપી ? માત્ર રાજનિતી માટે આગળ આવતા નેતાઓને જનતાને જ્યારે જરુર હોય ત્યારે હાજર નથી હોતા.

આ પણ વાંચો : આજે આ વિસ્તારમાં તાંડવ મચાવશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Read More

Trending Video