Kutch BJP : ગુજરાતમાં ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું જ શાસન છે. જેના કારણે હવે જાણે ભાજપ નેતાઓને અને ત્યાં સુધી કે કાર્યકરોને સત્તાનો મદ ચડી ગયો હોય તેવું લાગે છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના કોઈને કોઈ નેતા કે કાર્યકર સતત વિવાદમાં રહેતા હોય છે. આજે પણ કૈક એવું જ બન્યું કે જેને કારણે હવે પાટીલ સાહેબે જ આ નેતાઓને બેસીને ભણાવવા પડશે તેવું લાગી રહ્યું છે. કચ્છનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં ભાજપ નેતાઓ મામલતદાર અને SDMને જાહેરમાં ગાળો આપી રહ્યા છે.
કચ્છ ભાજપ (Kutch BJP)ના આગેવાનોને સત્તાનો નશો એવો ચડ્યો કે હવે જાહેરમાં ગાળો બોલશે અને તે પણ સરકારી અધિકારીઓને તો ચાલશે. સત્તા તો ભાજપની છે. એટલે કોઈ કંઈ જ બોલવાનું નથી. કચ્છમાં ભુજ નગરપાલિકા પ્રમુખના પતિ અને પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પ્રણવ જોશી અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોર સિંહ પરમાર દ્વારા આજે સરકારી અધિકારીઓને જાહેરમાં ગાળો ભાંડી હતી. આજે શહેરમાં તંત્ર દ્વારા દબાણ હટાવની કામગીરી ચાલુ હતી. ત્યારે ભાજપવાળા એ જીદ્દ કરી કે અમે કહી એ દબાણ દૂર કરો, તંત્રએ કહ્યું કે એ દબાણ ને હજુ નોટિસ નથી આપી નોટિસ આપી પછી દબાણ દૂર કરીશું. ત્યારે ભાજપના નેતાઓ ગાળો બોલવા માંડ્યા હતા. આ ભાજપ નેતાઓ એટલા બેફામ બન્યા છે કે જાહેરમાં પોતાની મર્યાદાઓ ચુકતા પાછા પડતા નથી.
ઉલ્લેખનીય છે કે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કચ્છની મુલાકાતે છે. ત્યારે પાટીલસાહેબ આ નેતાઓને જરા શિસ્તના પાઠ ભણાવો તો તેમને મર્યાદામાં રહેવાની ખબર પડે. બાકી આતો એવું થયું કે, પોતાનું ધાર્યું થાય તો વહીવટી તંત્ર અને પોલીસ સારા..! અને જો પોતાનું ધાર્યું ન થાય તો બધા ખરાબ અને બેફામ ગાળો આપવાની ?
આ પણ વાંચો : Sunita Williams : અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું આ વ્યવસાયમાં વસ્તુઓ આ રીતે કામ કરે છે.