Kutch: કચ્છના (Kutch ) ભચાઉ ( Bhachau) નજીક પોલીસ કર્મીઓ (Police) પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરનાર CIDની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની Neeta Chaudhary) ફરી એક વાર મુશ્કેલીમાં વધારો છે. ભચાઉ પોલીસ (Bhachau police) પર બુટલેગર દ્વારા જે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો તેમાં સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ સવાર હતી. તેની સામે હત્યાના પ્રયાસનો અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામા આવ્યો હતો. ત્યારે હત્યાના પ્રયાસમાં નીચલી કોર્ટે નીતા ચૌધરીના જામીન મંજુર કર્યા હતા ત્યારે આજે આ મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. સુનાવણી દરમિયાન આ કેસમાં હત્યાના પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે.
પોલીસ હવે ફરી નીતા ચૌધરીની અટકાયત કરશે
નીતા ચૌધરી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જો કે નીચલી કોર્ટના આ આદેશની સામે પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે ભચાઉ સેશન્સ કોર્ટે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટએ આપેલા નીતા ચૌધરીના નામંજૂર કર્યા છે. જેથી પોલીસ હવે ફરી નીતા ચૌધરીની અટકાયત કરશે. આમ ભચાઉના અધિક સરકારી વકીલ ડી.એસ. જાડેજા અને DGP કે.સી. ગોસ્વામીએ કરેલી મહેનત ફળી છે.
શું હતો મામલો ?
:કચ્છમાં (Kutchh) સીઆઈડીમાંકોન્સ્ટેબલ તરીકે કામ કરતી નીતા ચૌધરીને (Neeta Chaudhary)લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બે દિવસ પહેલાં થારમાં CIDમાં ફરજ બજાવતી મહિલા અને સાથે બુટલેગર (Bootlegger)દારૂ સાથે ઝડપાઈ હતી આ મામલે દારૂ સાથે બંનેને સ્થાનિક પોલીસે રાતે ઝડપી પાડ્યા હતા. મહિલા પોલીસકર્મી અને બુટલેગરે સ્થાનિક પોલીસ પર ચડાવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસે બંનેને ઝડપીને આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને શરાબબંધી હેઠળ ગુના દાખલ કર્યા હતા.
આ પણ વાંચો : Vadodara: લો બોલો ! પાલિકાના પદાધિકારીને પોતાના વિસ્તારની સમસ્યા અંગે ખબર જ નથી