Kupwara Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 જવાન ઘાયલ

July 27, 2024

Kupwara Encounter:  જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) કુપવાડા (Kupwara) જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરક્ષા દળો ( security forces) અને આતંકવાદીઓ (terrorists) વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે. સેનાને શનિવારે સવારે કુમકરી વિસ્તારમાં આઠ પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓ સાથે એન્કાઉન્ટર કર્યું અને બંને તરફથી ગોળીબાર શરૂ થયો. એન્કાઉન્ટર બાદ આતંકીઓ જંગલ તરફ ભાગી ગયા હતા. સેના તેમને શોધી રહી છે.

કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ફરી અથડામણ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 24 જુલાઈના રોજ કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે રાતોરાત અથડામણ થઈ હતી, જેમાં એક આતંકી માર્યો ગયો હતો અને સેનાનો એક જવાન શહીદ થયો હતો. જમ્મુ અને કાશ્મીરમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ વચ્ચે, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 25 જુલાઈએ ઉત્તર કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર આગળની ચોકીઓની મુલાકાત લીધી હતી. તેમણે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 9 મોટા આતંકી હુમલા થયા

તમને જણાવી દઈએ કે જુલાઈ 2024માં અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 9 મોટા આતંકી હુમલા થઈ ચૂક્યા છે, જેમાં કુલ 13 સેનાના જવાનો શહીદ થયા છે અને 12 આતંકીઓ માર્યા ગયા છે. પરિસ્થિતિને જોતા જમ્મુ-કાશ્મીરમાં 740 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા પર સેના હાઈ એલર્ટ પર છે.

ઇન્ટેલ એજન્સીઓએ ઘૂસણખોરીના અનેક પ્રયાસો અંગે ચેતવણી આપી

ઇન્ટેલ એજન્સીઓએ ઘૂસણખોરીના અનેક પ્રયાસો અંગે ચેતવણી આપી છે. ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં નિયંત્રણ રેખા નજીક આતંકી લોન્ચ પેડ્સ ખૂબ જ સક્રિય છે. આતંકવાદીઓના નાના જૂથો તક મળતા જ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Mumbai Building Collapse: નવી મુંબઈમાં મોટી દુર્ઘટના,ત્રણ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા

Read More

Trending Video