Kumar Kanani : સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બૉમ્બ, પોલીસ પર 8 લાખની તોડના આરોપ, સરઘસ કાઢવાની કરી માંગ

March 19, 2025

Kumar Kanani : ગુજરાતમાં એવા ઘણા ભાજપ નેતાઓ છે જે પોતાના પત્રોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તેવા જ એક નેતા છે કુમાર કાનાણી. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani) કોઈને કોઈ સમસ્યાઓને લઈને મુખ્યમંત્રી કે અધિકારીઓને પત્ર લખતા જોવા મળે છે. ફરી એક વખત તેમણે એક પત્ર લખ્યો છે અને તેમાં સુરત પોલીસ કર્મચારીઓ પર મોટા આક્ષેપો કર્યા છે. જેમાં તેમણે પોલીસના તોડકાંડનો પર્દાફાશ કર્યો છે.

સુરતમાં હાલ ભાજપ નેતા અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani)એ CPને પત્ર લખ્યો છે. અને તેમણે તેમાં પોલીસના તોડકાંડનો પર્દાફાશ કર્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં એક પતરાના શેડની આડમાં ચાલતા કારખાના પર દરોડા પાડ્યા હતા. મુંબઈની જાણીતી કંપની ફિનાઈલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સમાન વેચતી હતી. જેની જાણ થતા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં ફિનાઈલ, ટોઈલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડિશ વોશર સહિત ખુબ મોટી માત્રામાં જથ્થો પકડવામાં આવ્યો હતો. અને કારખાનું ચલાવનારની ધરપકડ પણ કરી હતી. સાથે જ એવું કહેવામાં આવ્યું હતુ કે, ત્યાંથી 3.31 લાખનો મુદ્દા માલ ઝડપવામાં આવ્યો છે.

હવે આ જ મામલે ધસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani)એ પત્ર લખ્યો છે. અને તેમાં ખુબ મોટા પાયે ખુલાસાઓ કર્યા છે. હવે આ કેસમાં કુમાર કાનાણીએ પોલીસ પર તોડ કર્યાનો આક્ષેપ કર્યો છે. સુરત CP અને ગૃહ રાજ્યમંત્રીને પત્રમાં લખ્યું કે, જ્યાં દરોડા પાડ્યા હતા ત્યાં 20 લાખનો મુદ્દા માલ હતો પરંતુ ઓન પેપર માત્ર 3.31 લાખનો મુદ્દામાલ જ કેમ બતાવવામાં આવ્યો ? આ પ્રકારના ઘણા આક્ષેપો પત્રમાં કરવામાં આવ્યા છે.

Kumar Kanani Kumar Kanani

આ પણ વાંચોGujarat Police : ગુજરાતનો પોલીસ વિભાગ ઊંઘમાંથી જાગ્યો, હવે SMCએ મોટા બુટલેગરો પર તવાઈ બોલાવવા લિસ્ટ કર્યું તૈયાર

Read More

Trending Video