BJP MLA Kumar Kanani wrote to Gujarat CM : અવાર નવાર લેટર લખીને સરકારી તંત્રનો કાન આમળતાં સુરતનાં (Surat) વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani) કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. કુમાર કાનાણી વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે ઉભા રહે છે. અને મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે.ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે.આ વખતે કુમાર કાનાણીએ ડાયમંડ ઉદ્યોગમાં આવેલ મંદીને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે નવી ટેક્સટાઈલ પોલીસી (New Textile Policy) જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા રજૂઆત કરી છે.
કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને વધુ એક પત્ર લખ્યો
કુમાર કાનાણીએ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા 5 વર્ષ માટે નવી ટેક્ષ્ટાઇલ નીતિ જાહેર કરવા બદલ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે, ટેક્ષ્ટાઇલની નવી પોલીસીથી રાજ્યમાં કાપડ ઉદ્યોગને વેગ મળશે અને આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નવી રોજગારીનું સર્જન થશે. ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે નવા રોકાણો પણ આવશે. જેથી ગુજરાત વિકાસની નવી કેડી કંડારશે.પરંતુ છેલ્લા કેટલાય સમયથી ડાયમંડ ઉદ્યોગ મંદીના કારણે ખુબ જ કપરા સમયનો સામનો કરી રહ્યો છે. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ પછી ગુજરાતમાં રોજગારી આપતો ઉદ્યોગ એટલે ડાયમંડ ઉદ્યોગ છે. હાલમાં ભયંકર મંદીના કારણે ઘણા યુનિટોને બંધ કરવાની નોબત આવી છે. જેના કારણે હીરા ઉદ્યોગમાં કારીગરોને છુટા કરી દેવાનું પ્રમાણ ઘણું વધી ગયેલ છે. જેથી રત્નકલાકારો બેકારીને કારણે હાલ ખુબ જ મુશ્કેલીનો સમય પસાર કરી રહેલ છે. તેઓના બાળકોના સ્કૂલોની ફી અને અને પોતાના કુટુંબના ભરણપોષણ ન કરી શકવાના કારણે રોજબરોજ આત્મહત્યાના કિસ્સાઓનુ પ્રમાણ વધતું જાય છે. જેથી મૃતપાયે પડેલા ડાયમંડ ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા માટે જેવી રીતે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા નવી પોલીસી જાહેર કરવામાં આવી છે. તેવી જ રીતે ડાયમંડ ઉદ્યોગ માટે પણ પોલીસી જાહેર કરવામાં આવે તેવી મારી માંગણી છે.
BJP MLA Kumar Kanani wrote letter to Gujarat CM
ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણે રત્નકલાકારોની હાલત કફોડી
મહત્વની વાત છે કે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં અત્યારે ભયંકર મંદી ચાલી રહી છે. જેના કારણે હીરા ઉદ્યોગમાંથી ઘણા કારીગરોને છૂટા કરી દેવામાં આવતા હોય છે. અને તેના કારણે રત્નાકલાકારો આત્મહત્યા પણ કરતા હોય છે. ત્યારે હવે આ રત્નકલાકારો માટે ધારાસભ્ય કુમાર કાનાણી મેદાનમાં આવ્યા છે અને તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને ડાયમંડ પોલિસી બનાવવા રજૂઆત કરી છે ત્યારે જોવું રહ્યું કે, ભાજપના આ ધારાસભ્યની રજૂઆત સરકાર સાંભળશે કે નહીં..
આ પણ વાંચો : સલમાન ખાનની હત્યાના ષડયંત્ર કેસમાં પોલીસને મોટી સફળતા, લોરેન્સ બિશ્નોઈ ગેંગના આરોપીની ધરપકડ