Kshatriya Sammelan : ગુજરાતમાં હવે સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના હેતુથી આજે અમદાવાદ ખાતે એક ક્ષત્રિય મહાસંમેલન યોજાયું હતું. અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું. આ સંમેલનમાં રાજવી પરિવારો પણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને જે બાદ તેમનું તિલક કરી અને સન્માન કરી “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજયમુહૂર્ત 12.39 વાગ્યે તિલક કરી પ્રમુખ પદ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું.
ક્ષત્રિય એકતાને લઈને શું બોલ્યા વિજયરાજસિંહ ?
ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલને આજે “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સંમેલન પૂર્ણ થયા બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, આ સંમેલનનો હેતુ ક્ષત્રિય સમાજને આગળ લાવવાનો છે. શિક્ષણ ક્ષેત્રે ક્ષત્રિય સમાજ આગળ આવે તેવા પ્રયત્ન કરીશું. અમને રાજનીતિથી કંઈ જ લેવાદેવા નથી. રાજકારણીથી અમને કોઈ તકલીફ નહીં પણ સામાજિક સંગઠનમાં રાજકારણની વાત ના કરવાની હોય. સંકલન સમિતિને હોદ્દો આપવાની વાત છે. તો આ વિશે અમે જરૂરથી વિચારીશું. આ સમાજની સાથે અન્ય સમાજને પણ આગળ લાવીશું.
પદ્મિનીબા મામલે શું કહ્યું વિજયરાજસિંહે ?
આજે “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ના ઉપક્રમે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું. આ સંમેલનમાં મંચ પર સ્થાન ન મળતા પદ્મિનીબાએ સંમેલન પૂરું થતા બબાલ કરી હતી. જેને લઈને ભાવનગરના રાજવી વિજયરાજસિંહે કહ્યું કે આ પ્રકારના છમકલાં તો ચાલ્યા જ કરવાના. તેને લઈને પણ આ મામલે ક્ષત્રિય સમાજ આગળ રસ્તાઓ કાઢશે.
Kshatriya Samaj Sammelan : પદ્મિનીબાની બબાલ અંગે વિજયરાજસિંહ શું બોલ્યા?#kshatriyasamaj #KshatriyaSamajSammelan #padminiba #vijayrajsingh #nirbhaynews pic.twitter.com/DnIWCvxRHM
— Nirbhaynews (@nirbhaynews1) September 20, 2024
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહના ટ્વીટ મામલે શું કહ્યું ?
ભાવનગરના મહારાજા વિજયરાજસિંહને “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની કમાન સોંપતા યુવરાજ જયવીરરાજસિંહે ટ્વીટ કર્યું હતું. જેને લઈને વિજયરાજસિંહે આ મામલે મૌન સેવ્યું હતું. અને આ મામલે તેમણે માત્ર એટલું કહ્યું કે યુવરાજને મિસગાઈડ કરવામાં આવ્યા છે. અને આ મામલે તમે એમને જ પૂછો તો વધારે સારું.
આ પણ વાંચો : Padminiba Vala : ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બબાલ સાથે પૂર્ણ, પદ્મિનીબા સંમેલનમાં કેમ વિફર્યા ?