Kshatriya Samaj : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ ફરી મેદાને, રાજપૂત સંકલન સમિતિ એ લખેલા પત્રને લઈને રમજુભાએ શું કહ્યું ?

September 10, 2024

Kshatriya Samaj : પરષોત્તમ રૂપાલાના વાણી વિલાસના કારણે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું. આ આંદોલનના કારણે ક્ષત્રિય સમાજ એક થયો પરંતુ તેનું પરિણામ લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું ન હતું. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે. જેમાં તેમને ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નોને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે. સરકારને પત્ર લખવાને લઈને રમજુભાએ નિવેદન આપ્યું છે.

રમજુભાએ આ મામલે આજે શું કહ્યું ?

ગઈકાલે જે ક્ષત્રિય સમાજ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, તેને લઈને રમજુભાએ કહ્યું કે, અમે લોકો સરકારથી નારાજ છીએ. અમે 1 મહિના પહેલા પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. અમારા પડતર પ્રશ્નોનો છતાં પણ નિકાલ ના થતા અમે ગઈકાલે ફરી એક વાર મુખ્યમંત્રીને પત્ર લખી આ મામલે રજૂઆત કરી છે. વારંવાર આ મામલે રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ ના આવતા હવે સમાજમાં દુ:ખની લાગણી પ્રવર્તી રહી છે.

પત્રમાં શું લખ્યું છે ?

ક્ષત્રિય સમાજે પત્રમાં લખ્યું છે કે, ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નો મુદ્દે અગાઉ 08-10-2021 માં સી.એમ.હાઉસમાં બેઠક કરવામાં આવી હતી અને તે વખતે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ તે પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. ગુજરાત ક્ષત્રિય સમાજ સાથે ઓરમાયું વર્તન થતું હોય તેવી લાગણી ઉદભવી રહી છે. 05-08-2024ના રોજ જે પત્રો અને નકલો આપેલી છે, તેમાં લખેલું છે કે સરકારમાં પૂરતું પ્રતિનિધત્વ, વહીવટમાં પૂરતું પ્રતિનિધત્વ, સહિતના મુદ્દાઓ અને સામાજિક સંસ્થાઓને વહીવટી જમીન ફાળવણીના મુદ્દાઓ પ્રશ્નોનો નિરાકરણ આવે તે વીંટી કરવામાં આવે છે. આ પ્રશ્નોનો ઉકેલ 10-10-2024 એટલે કે દશેરા પહેલા લાવવા વિનંતી કરવામાં આવી છે. અને જો તે પહેલા ઉકેલ નહિ આવે તો દશેરા બાદ તમામ ક્ષત્રિય-રાજપૂત સમાજના પ્રતિનિધત્વ મંડળના અગ્રણીઓ સાથે બેઠક કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

હવે જો ફરીથી ક્ષત્રિય સમાજ આંદોલન કરશે તો તેની અસર ચોક્કસ જોવા મળશે. ભલે લોકસભા ચૂંટણીમાં તેનું પરિણામ ન આવ્યું પરંતુ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેનું પરિણામ ચોક્કસ જોવા મળશે. અને જો ભાજપે તેનું પરિણામ તેમની તરફેણમાં લાવવું હોયતો ક્ષત્રિય સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવું પડશે.

આ પણ વાંચો : Ukraine Russia War : ‘શાંતિ મિશન’ને લઇ આજે અજિત ડોભાલ રશિયા જશે, જાણો શું છે ભારતનો એજન્ડા અને ક્યા મુદ્દે ચર્ચા થશે ?

Read More

Trending Video